શંકા:ઝઘડીયાના ઉમેદવારને EVM હેક થવાની શંકા

ઝઘડીયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છોટુ વસાવાએ ચૂંટણી કમિશ્નરને પત્ર લખ્યો

ચુંટણીમાં ઉપયોગમાં લેવાતાં ઇવીએમ હેક થતાં હોવાના આક્ષેપો વચ્ચે ઝઘડીયાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ મતદાનના દિવસે ઇન્ટરનેટ બંધ રાખવામાં આવે તેવી માગ સાથે રાજયના ચુંટણી કમિશ્નરને પત્ર લખ્યો છે. ઝઘડીયામાં સાત ટર્મથી ચુંટાઇ આવતાં છોટુ વસાવાએ તેમના પત્રમાં જણાવ્યું છે કે, તેમના મત વિસ્તારમાં આવેલ ડભાલ, વલા, વલી, તવડી, ખાલક બુથો પર ચૂંટણી વખતે પોલીસની મદદથી બોગસ મતદાન કરાવવામાં આવે તેવી તેમને શંકા છે.

તેથી આ બુથો પર મતદાનના દિવસે બેટરીથી અથવા લાઈટ થી ચાલતા સીસીટીવી કેમેરા મૂકીને લાઈવ કરવામાં આવે તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે, મતદાનના દિવસે ઇવીએમ મશીનનો સાથે વાઇફાઇ કનેક્ટ કરી ભાજપ તરફી મતદાન કરવામાં આવે છે. આ વખતે પણ ઇવીએમ મશીનો સાથે વાઇફાઇ કનેક્ટ કરી ડેટા સાથે છેડછાડ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે, તો તેમણે ફરિયાદ કરી છે કે મતદાનના દિવસે સમગ્ર ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં દરેક કંપનીના ટાવર સાથે જોડાયેલ ઇન્ટરનેટ બંધ રાખવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...