તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:સસ્તા ભાવે ડોલર લેવાની લાલચમાં સુરતના યુવાને 1.70 લાખ ગુમાવ્યા, 3 શખ્સો છેતરીને ફરાર થયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સી ડિવિઝન પોલીસે ત્રણેય ગઠિયાઓ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ભરુચ નેશનલ હાઇવે પર સ્વામી નારાયણ મંદિર આગળ બ્રિજ પર અમેરિકન ડોલર આપવાના બહાને સુરતના યુવાન સાથે રૂપિયા 1.70 લાખની છેતરપિંડી કરી ત્રણ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા.

સુરત શહેરમાં આવેલ લંબે હનુમાન રોડ ઉપર આવેલ મોતીનગર સોસાયટી ખાતે રહેતો ઉમેશ ભવન કલ્સરીયા રેડિમેડ કપડાં રાખી હોલસેલનો વેપાર કરે છે, જે વેપારીને તેઓના સંબંધીએ સુરતના વિનુભાઈનો સંપર્ક કરાવ્યો હતો. વિનુભાઇ સસ્તા ભાવે ડોલર આપવાનું કહી યુવાનને સુરતના કામરેજથી ભરુચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામી નારાયણ મંદિર પાસે લાવ્યા હતા.

જયેશ પટેલ નામના ઈસમ પાસેથી ડોલર લેવાનું કહ્યું હતું જે બાદ વિનુભાઈ અને જયેશ પટેલ સહિત કાર ચાલક યુવાનને કારમાં બેસાડી વડોદરા તરફ લઈ જઈ તોડી દૂરથી યુટર્ન મારી કાર ઝાડેશ્વર ચોકડી તરફ વાળી હતી અને સ્વામી નારાયણ મંદીર સામેના નેશનલ હાઇવે પર બ્રિજ પર ઉતારી રૂપિયા 1.70 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. છેતરપિંડી અંગે યુવાને સી ડિવિઝન પોલીસ મથકે ત્રણ ગઠિયાઑ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...