વાલિયા ગામની ચોકડી ઉપરથી સુરત ફ્લાઈંગ સ્કોર્ડે બે ઓવરલોડ વાહનો અને ખનીજ મળી 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાંથી મોટાપાયે ખનીજની ચોરી,ખન્ન અને ઓવરલોડેડ વહનની બાતમીને પગલે સુરત ફ્લાઈંગ સ્કોર્ડની ટીમે અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ગામની ચોકડી પાસેથી ઓવરલોડ વાહનો પસાર થવાના છે. જેવી બાતમીને પગલે સુરત ફ્લાઈંગ સ્કોર્ડે વાલિયા ચોકડી ઉપર વોચ ગોઠવી હતી.
આ વેળા બાતમી વાળી 16 ટાયરના હાઈવા નંબર-જી.જે.16 એ.વી.6758 અને જી.જે.16 એ.વી. 6162 આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી 7.920 મેટ્રિક ટર્ન એમ કુલ 15.84 મેટ્રિક ટર્ન બ્લેક ટ્રેપ કપચીનો ઓવરલોડ જથ્થો અને બંને વાહનો મળી કુલ 60 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.