તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વટારીયા સુગર ફેક્ટરીના ડિરેકટરને પેટ્રોલ પંપના સુપર વાઇઝરે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાવ અંગે ડિરેક્ટરે વાલિયા પોલીસ મથકે પેટ્રોલ પંપના સુપર વાઇઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

ભરૂચમાં વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના ડિરેકટરને સુગરના પેટ્રોલ પંપના સુપર વાઇઝરે ઝઘડો કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી

ભરૂચની જે.પી.કોલેજ સામે આવેલા સરદાર પટેલ સોસાયટીમાં રહેતા હેતલભાઈ રમણભાઈ પટેલ વાલિયાની વટારીયા સુગર ફેક્ટરીના ડિરેકટર તરીકે સેવા આપે છે. જેઓ આજરોજ સુગર ફેક્ટરી ખાતે વ્યવસ્થાપક કમિટીની બોર્ડ મિટિંગમાં આવ્યા હતા. જેઓ બોર્ડ મિટિંગમાં હતા. તે દરમિયાન સુગર ફેક્ટરીના પેટ્રોલ પંપ પર સુપર વાઇઝર તરીકે ફરજ બજાવતા ડહેલી ગામના કર્મચારી કિશોરસિંહ વિરમસિંહ કોસાડા બોર્ડ મિટિંગ ચાલતી હતી. જ્યાં આવી બારીમાંથી ડોક્યુ કરતો હતો અને બોર્ડ મિટિંગ પૂર્ણ કરી ડિરેકટર હેતલ પટેલ ઓફિસની બહાર આવતા તેઓ પાસે આવ્યો હતો. અને તેઓ સાથે ઝઘડો કરી અપશબ્દો ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી જતો રહ્યો હતો. બનાવ અંગે ડિરેક્ટરે વાલિયા પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...