ભરૂચ તાલુકામાં આવેલાં ત્રાલસી ગામનીસીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાનમાં એક ડમ્પર ચાલકે બેદરકારીથી ડમ્પર હંકારતાં સુપરવાઇઝરનું કચડાઇ જતાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચ તાલુકાના ત્રાલસી ગામે સીમમાં માટી ખોદકામનું કામ ચાલી રહ્યું હતુંઉ જેમાં સાગર ટ્રાન્સપોર્ટના ડમ્પરનો ડ્રાઇવર વિનયકુમાર પન્નાલાલ વર્મા માટી ભરવા માટે ગાડી લઇ જતો હતો. તે વેળાં કાોઇ કારણસર તેણે બેદરકારી દાખવતાં ત્યાં કામ કરી રહેતો જાલંધર લલઇ કોલ નામનો સુપરવાઇઝર ડમ્પરની ટક્કરે આવી જતાં ચકદાઇ ગયો હતો.
તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ટ્રાન્સ્પોર્ટર ભાવેશ ધડુકે બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.