આગ ભભૂકી:ઝઘડિયામાં શેરડી કટિંગ કરતા મશીનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી, ઓપરેટરનો આબાદ બચાવ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વણાંકપોર ગામની સીમમાં શેરડી કટિંગ કરતા હાર્ડવેસ્ટર મશીનમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી દોડધામ મચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ખેડૂતોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને થોડાક જ સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હતી. આ ઘટનામાં ઓપરેટરનો આબાદ બચાવ થયો હતો. તેમજ કોઈ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
આજરોજ સવારના અરસામાં ઝઘડિયા તાલુકાના વણાંકપોર ગામની સીમમાં હાર્ડવેસ્ટર મશીન વડે શેરડી કટિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન અચાનક મશીનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હાર્ડવેસ્ટર મશીનનો ઓપરેટર સમય સુચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. આગને પગલે ખેડૂતોએ ઝઘડિયા જીઆઇડીસી ફાયર બ્રિગેડમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યાં હતા. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું અનુમાન
​​​​​​​
આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે આગમાં મશીન બળીને ખાખ થઇ ગયું હતું. શેરડી કટિંગ કરતા હાર્ડવેસ્ટર મશીનમાં શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...