તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીકેજ:ભરુચના ઝઘડિયા જીઆઈડીસીમાં અચાનક ગેસ લીકેજ થતા દોડધામ, ફાયર વિભાની સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી

ભરૂચ5 દિવસ પહેલા
  • જીઆઈડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ કંપની ગેસ લીકેજ થયો
  • ગેસ લીકેજ સાથે ટેન્કમાંથી ફાયર બોલ છૂટ્યા
  • ગણતરીના સમયમાં જ લીકેજ પર કાબુ મેળવી લેવાતા જાનહાનિ ટળી

વિશ્વ પર્યાવરણ દિવસના બે દિવસ બાદ સોમવારે બપોરે ભરુચના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ કંપનીમાં અચાનક ગેસ લીકેજ થતા દોડધામ મચી ગઇ હતી. જોકે, ફાયર ફાઈટરોએ દોડી આવી ગણતરીના સમયમાં જ લીકેજ પર નિયંત્રણ મેળવી લેતા મોટી જાનહાનિ ટળી હતી.

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી જય અંબે કેમિકલ્સ CPC અને આલ્ફા બ્લુ પીગમેન્ટ્સનું ઉત્પાદન કરે છે. સોમવારે કંપનીના સેકન્ડ ફ્લોર પર આવેલા પ્લાન્ટમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. તે દરમિયાન સવારે 11.30 વાગ્યાના અરસામાં ગ્લાસ લાઈન રીએક્ટરમાં પ્રેશર વધી જતાં અચાનક રેપ્ચર ડીસ ફાટી હતી. જેના કારણે કોપર પેથાલોસાઈનાઇન CPC અને આલ્ફા બ્લુ પીગમેન્ટ બનાવતી કંપનીમાં ગેસ લીકેજ થયો હતો.

ફાયર ફાઈટરોને ઘટનાની કરાતાં ફાઇટરોએ તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવી ગેસ લીકેજ ઉપર નિયંત્રણ મેળવું હતું. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઇ નથી. માત્ર ટેન્કમાંથી થોડા સમય સુધી ફાયર બોલ છૂટ્યા હતા. બનાવ અંગે ફાયર સેફટી અને જીપીસીબીએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...