રજૂઆત:સીએમને ગ્રંથપાલ બેરોજગાર મંચની ખાલી પડેલી જગ્યા ભરવા રજૂઆત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની શાળા-કોલેજોમાં ઇન્ચાર્જ ગ્રંથપાલ પર ચાલતો વહિવટ

ભરૂચ નર્મદા જિલ્લા સહિત રાજ્યભરમાં આવેલી શાળા કોલેજોમાં ગ્રંથપાલની ખાલી પડેલી જગ્યા છેલ્લાં 23 વર્ષથી ભરાઇ નથી. જેમાં અનુદાનિત કોલેજોમાં 357 પૈકી 260 તેમજ સરકારી કોલેજમાં 115 પૈકી 57 અને શાળાઓમાં 5600 જગ્યા ખાલી પડી ેછ. ત્યારે સરકાર દ્વારા આ ખાલી પડેલી જગ્યા ભરવામાં આવે તેવી માંગ સાથે ગ્રથપાલ બેરોજગાર મંચ દ્વારા છેલ્લાં 10 વર્ષથી વિવિધ કક્ષાએ સતત રજૂઆતો કરવામાં આવી રહી છ .છતાં કોઇ કાર્યવાહી થઇ નથી.

રાજ્યની શાળા-કોલેજોમાં ગ્રંથપાલની જગ્યા ખાલી હોવાને કારણે ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને અપુરતી સુવિધા અને માર્ગદર્શનના અભાવે જીપીએસસી તેમજ યુપીએસસીની પરીક્ષામાં મુશ્કેલી પડે છે. ત્યારે ગ્રથપાલ બેરોજગાર મંચના સભ્યો ડો. મહેશ સોલંકી, ડો. ભરત ચૌધરી, ડૉ.સંદીપ પાઠક, ડૉ.દીપક પટેલ, ડૉ.ભારતી વાઝા , ગીતા પ્રજાપતિ , જ્યોત્શના ગોસ્વામી રાજેશ જોષી, વિશુલ પટેલ, ઉદિયન જેસવાલ અને કિંજલ શાહ સહિતનાઓએ રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલની મુલાકાત લઇ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...