તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહીની માગ:ઝઘડિયાની મધુમતી નદીમાં રેતી ખનન મામલે કલેક્ટરને રજૂઆત

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાની 10 દિવસમાં કાર્યવાહીની માગ

ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાએ સારસા ગામની મધુમતી નદીમાં ગેરકાયદે રેતી ખનન અંગે જિલ્લા કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,ઝઘડિયા તાલુકાના સારસા ગામે મધુમતી નદીમાં લીઝની પરવાનગી અપાયેલી ન હોય એવી જગ્યામાં ગેરકાયદેસર રેતીનું ખનન કરતાં શંકર ધનજીભાઈ ભોઈ તેમની લીઝ સ.નં. 96 પૈકી 95 માં લીઝ ફાળવેલી હોય તેમ છતાં તેઓ સ.નં. 325 , 326, 327,324,523 ની લાગુ નંબરોમાંથી રેતી ખનન કરતા હતા.

જે અંગેની જાણ સારસા ગામના પંચાયત સરપંચ તેમજ ડે .સરપંચ અને સભ્યોને તેમજ ગ્રામજનોને ખબર પડતા આ બાબતનો વિરોધ ઉભો થયો હતો.જેથી શંકર ભોઈનું ઉપરાણું લઇને હીરલ જયવર્ધન પટેલના પત્ની આરતી પટેલ હાલમાં તાલુકા પંચાયતમાં સભ્ય હોય અન્ય સતીષ પટેલ, હીરા પટેલ,આરતી પટેલ,નીકુલ પટેલ, કમલેશ પટેલ અને જાતે શંક૨ ભોઈએ પંચાયતમાં આવી આદીવાસીઓને અપમાનીત શબ્દો બોલીને માર મારવા લાગ્યા હતા.સદર મામલે ગ્રામજનોએ અનેક વખતે ખાણ-ખનીજ અને રાજપારડી પોલીસમાં જાણ કાર્ય છતાંય કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...