વિજય દિવસ:અંકલેશ્વરના સી.આઈ.એસ.એફ.યુનિટ ખાતે પોદાર જમ્બો સ્કૂલના વિદ્યાર્થીઓએ જવાનોનું સન્માન કર્યું

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે સ્કૂલ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું

આજરોજ વિજય દિવસની ભરૂચ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અંકલેશ્વર પોદાર જમ્બો સ્કૂલ, યુકેસ પ્રિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના આંબોલી રોડ ઉપર આવેલી સી.આઈ.એસ.એફ કેમ્પ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં સ્કૂલના બાળકો અને શિક્ષકો દ્વારા સી.આઈ. એસ.એફ જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ચિત્રો જવાનોને આપી તેઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય તેમજ બાળકો અને સી.આઈ.એસ.એફના કમાન્ડન્ટ સહિત જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...