ભરૂચની નારાયણ. વિદ્યાલયમાં 05 જાન્યુઆરીના રોજ જિલ્લા પોલીસવડા ડૉ. લીના પાટીલની અધ્યક્ષતામાં વિવિધ વિષયો પર પ્રોજેકટ પ્રદર્શનનો શુભારંભ થયો હતો. પહેલા જ દિવસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પ્રદર્શન નિહાળવાનો લાભ લોધો હતો. બીજા દિવસે નિવૃત્ત આચાર્ય અને માધ્યમિક કો.ઓ. ક્રેડિટ સોસાયટીના પૂર્વ ચેરમેન પ્રવિણસિંહ રણાની અધ્યક્ષતામાં પ્રદર્શનની શરૂઆત થઈ હતી. શુભારંભ બાદ પ્રવિણસિંહ રણા સહિત જિલ્લાના વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રમુખો સહિતના આગેવાનોએ પ્રદર્શનની મુલાકાત લઈ પ્રોજેક્ટો નિહાળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે દરેક શાળા વર્ષમાં એક વખત પ્રદર્શન યોજતી હોય છે. પરંતુ નારાયણ વિદ્યાલયમાં એક અભિગમ સાથે પ્રદર્શન યોજાયું હતું. જેમાં 2000 કરતા વધુ વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન સહિત વિવિધ વિવિધ વિષયો પર 580 જેટલા પ્રોજેકટ તૈયાર પ્રદર્શનમાં મુકાયા હતા.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જ્ઞાનોત્સવમાં માત્ર ગણિત વિજ્ઞાન જ નહીં તમામ વિષયોના પ્રોજેકટ રાખવામાં આવ્યા હતા. જેમાં અક્ષર સુધારણા, બોર્ડની પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ કઈ રીતે લાવવા. પરિક્ષાની ઉત્તરવહી કઈ રીતે લખવી. વાંચન કઈ રીતે કરવું. યાદશક્તિ કઈ રીતે વધારવી, મગજની કાર્યક્ષમતા, ટ્રાફિક જાગૃતિ, પરેન્ટિંગ, વ્યક્તિ વિકાસ, કેરિયર કાઉન્સેલિંગ જેવા મહત્વના વિષયો પર વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન કર્યા છે. સાથે પ્રદર્શનમાં પહેલી વખત કોર્ટ, હિસ્પિટલ સહિત વિવિધ વિભાગોની કાર્યવાહીનું નાટકીય પ્રેઝન્ટેશન તથા રાજા વિક્રમદિત્યની બત્રીસ પૂતળીઓની વાર્તાનું પણ નાટકીય સ્વરૂઓ રજૂ કરવામાં આવ્યું છે. જેને નિહાળવા માટે બીએડ કોલેજના તાલીમાર્થીઓ, ડાયેટના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બીજી શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં પ્રદર્શની મુલાકાત લઈ તેનો લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.