મતદાન જાગૃતિ:ભરૂચ જિલ્લાની તમામ શાળા કોલેજના વિદ્યાર્થીઓએ વાલીઓ પાસે મતદાન કરાવવા સંકલ્પ લીધો

ભરૂચ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા સામાન્ય ચુંટણી સ્વિપ કાર્યક્રમ અંર્તગત મતદાન જાગૃતિ માટે ભરૂચ જિલ્લાની જુદી જુદી શાળાઓ ખાતે બાળકોએ મતદાન માટે દ્રઢ સંકલ્પ કર્યો હતો. જેમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 3,10,000 સંકલ્પપત્રો, પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં 2,10,000 ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ૧૩,૭૫૦ આમ, કુલ 5,33,750 જેટલા સંકલ્પપત્ર વિતરણ કરાયા હતા. પોતાના પરિવારજનોને મતદાન કરવા જરૂરથી મોકલશે તેવો સંકલ્પ લઈ વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિ માટે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...