કામગીરી:અતુલ્ય વીર ટ્રસ્ટ,લીટલ સ્ટાર સ્કૂલના છાત્રો પોલીસ મથકની મુલાકાતે પહોંચ્યા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓને કેસ નોંધણી સહિતની કામગીરી સમજાવી

ભરૂચ ખાતે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લીટલ સ્ટાર સ્કુલના વિદ્યાર્થીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન,મક્તમપુરની મુલાકાત કરાવવામાં આવી હતી.જેમાં બાળકોને પોલીસ સ્ટેશનના અધિકારીઓ,સ્ટાફ તથા વિવિધ વિભાગોની કામગીરી અંગે માહિતીગાર કરાયા તથા કાયદાઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

પ્રાથમિક કેસ નોંધાવવાથી લઈને પ્રોસેસ કરવા સુધીની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. જેમાં મહિલા વિભાગ દ્વારા બહેનો પર થતાં અત્યાચાર, શોષણ, હિંસા કે તાત્કાલિક સહાય માટે પોલીસ વિભાગ કઈ રીતે મદદરૂપ થાય છે તે પણ હાજર અધિકારી દ્વારા સમજાવવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનુરાગ દુબે, સામાન્ય સચિવ પ્રકાશ પટેલ,અધિકારીઓ તથા શિક્ષકગણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...