વિદ્યાર્થીઓનું પરિવાર સાથે મિલન:યુક્રેનમાં ફસાયેલા ભરૂચના વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા દ્વારા વતન પરત ફર્યા, કલેકટર કચેરી ખાતે અભિવાદન કરાયું

ભરૂચ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની સાત દીકરીઓ અને દીકરા વતન પરત ફર્યા
  • યુક્રેનથી સાત વિદ્યાર્થીઓ ભરૂચ આવી પહોંચતા પરિવાર સાથે સુખદ મિલન થતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. ત્યારે યુક્રેનમાં અનેક ભારતીયો ફસાયા છે. જેમને સરકાર ધીરે ધીરે વતન પરત લાવી રહી છે. ત્યારે ભરૂચના પણ વિદ્યાર્થીઓ ત્યા ફસાયા હતા જેઓને ઓપરેશન ગંગા દ્વારા વતન પરત લાવવામાં આવ્યાં હતા. ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ત્રણ વિદ્યાર્થીઓનું ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા, ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને કલેક્ટર તુષાર સુમેરા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.

પ્રથમ બેચમાં યુક્રેનથી ભરૂચ પરત ફરેલા વિદ્યાર્થીઓમાં હની પારેખ, સંજના ચૌહાણ, ધ્વનિ પંચાલ, મોનાલી પટેલ, રિયા પટેલ, આંગી શાહ અને આંશી શાહનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓનું પરિવાર સાથે મિલન થતા ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. વિદ્યાર્થીઓએ ત્યાંની યુદ્ધની ગંભીર સ્થિતિ અને પરત લાવવા ભારત સરકારે હાથ ધરેલા ઓપરેશન ગંગાના અનુભવનો પણ ચિતાર આપ્યો હતો.

યુદ્ધની સ્થિતિ સર્જાતાં પહેલાં જ હું પરત આવી ગયો
બુકોવેનિયન મેડિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં જ હું પણ સેેકન્ડ યરમાં અભ્યાસ કરતો હતો. દરમિયાનમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતી ઉભી થતાં મારા પરિવારે મને તુરંત ભારત પરત લાવવા માટેના પ્રયાસ શરૂ કર્યાં હતાં. જેના પગલે 21મી ફેબ્રુઆરીએ મે ભરૂચ આવવાની ફ્લાઇટની ટીકિટ બુક કરાવી 22મીએ ફ્લાઇટ મારફતે સ્વખર્ચે ભરૂચ પરત આવી ગયો હતો- અબરાર મુનિર રાજ, ભરૂચ.

યુક્રેનમાં અમારા વિસ્તારમાં સ્થિતિ હજી સામાન્ય હતી
હું યુક્રેનની બુકોવેનિયન મેડિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં તબીબક્ષેત્રે અભ્યાસ કરૂ છું. હું ત્યાં ચેનીવીસ્ટી ખાતે રહેતી હતી.યુક્રેનમાં યુદ્ધને કારણે દેશના કેટલાંય વિસ્તારમાં ગંભીર સ્થિતી હતી. જોકે, અમારા વિસ્તારમાં સ્થિતી હજી સામાન્ય હતી. ભારત સરકાર દ્વારા છાત્રોને પરત લાવવા શરૂ કરેલાં ઓપરેશન ગંગા અંતર્ગત અમે ચેનીવિસ્ટીથી નજીકમાં જ આવેલી રોમાનિયાની બોર્ડર પહોંચ્યાં હતાં. જે બાદ અમને રોમાનિયાથી દિલ્હી અને ત્યાંથી ગુજરાત સુધી બસમાં લવાયાં હતાં.- સંજના વિરેન્દ્ર ચૌહાણ.

મારી પુત્રીની 26મીએ ફ્લાઇટ હતી ને 24મીએ યુદ્ધ શરૂ થયું
મારી પુત્રીને વતન પરત આવવાનું હોઇ અમે તેની 26 તારીખની ફ્લાઇટનું બુકિંગ કરાવી લીધું હતું. જોકે, તે પહેલાં 24મીએ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઇ જતાં મારી પુત્રી ત્યાં ફસાઇ ગઇ હતી. પુત્રીને પરત લાવવા માટે રજૂઆત કરી હતી. સરકાર દ્વારા મારી પુત્રી સહિત અન્ય ફસાયેલાં વિદ્યાર્થીઓને ખુબ સારી સુવિધા સાથે પરત લાવવામાં આવ્યાં છે. અને અમારા સંતાનોને ઉગારી લીધાં છે. - કમલેશ પટેલ, હની પટેલના પિતા.

5થી 6 કિમી ચાલીને અમે રોમાનિયાન પહોંચ્યા હતા
હું યુક્રેનના ચેનીવિસ્ટી સિટીની બુકોવેનિયન મેડિકલ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. અમને રોમાનિયા સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઇ હતી. જોકે, રોમાનિયા બોર્ડર પર વાહનોની લાંબી કતારો હોઇ અમે અંદાજે પાંચથી 6 કિમી સુધી ચાલીને બોર્ડર સુધી પહોંચ્યાં હતાં. જ્યાંથી બસમાં રોમાનિયા એર પોર્ટ અને ત્યાંથી ફ્લાઇટ મારફતે દિલ્હી સુધી લવાયાં હતાં. ઉપરાંત દિલ્હીથી પણ બસમાં ગુજરાત લવાયાં હતાં. સરકાર દ્વારા વિદ્યાર્થીઓના જીવ બચાવવા માટેના ઉમદા પ્રયાસ કરાયાં છે.- હની કમલેશ પારેખ.

જિલ્લા કલેક્ટર, ધારાસભ્યોએ તિરંગો અને ઇન્ડિયન પાસપોર્ટ સામે યુદ્ધ વચ્ચે પણ યુક્રેન અને રશિયાની સેના વિદ્યાર્થીઓની બસોને અટકાવ્યા વગર પસાર કરી રહી છે. જે આપણા ભારતીયો માટે ગર્વની બાબત ગણાવી હતી. સાથે જ ભારત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિદ્યર્થીઓ, તેમના પરિવારે આભાર પણ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...