તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોસિજર (એસઓપી) પ્રમાણે હોસ્ટલ શરૂ કરવા માટે આદેશ કર્યા છે. જોકે સોમવારથી હોસ્ટોલોમાં પ્રતિ રૂમ બે વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરવાના પરિપત્રથી રેક્ટર્સ પણ મુઝાયા છે. ભરૂચમાં સરકારી એન્જીનિયરિંગ કોલેજની, એસવીએમઆઇટીની હોસ્ટેલો સહિત સમરસ હોસ્ટેલ સોમવારથી પ્રતિ રૂમ બે વિદ્યાર્થીઓ માટે શરૂ થશે.
વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા તૈયાર છે પણ સમયમર્યાદામાં વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. અગાઉની એસઓપી પ્રમાણે પ્રતિ રૂમ એક વિદ્યાર્થીઓ રાખવાની વ્યવસ્થા કરવાની હતી જ્યારે નિર્ણયમાં ફેરફાર આવતા તાત્કાલિક વ્યવસ્થા કરવી મુશ્કેલ છે. હાલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓએ સ્ટે કરવા માટે આવી ગયા છે. ફાઇનલ પરીક્ષા અને પ્રેક્ટકલ પરીક્ષાની તૈયારી કરતા શહેર બહારના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં પરત ફરી રહ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને ઓનલાઇન સ્ટડીમાં અને ક્વેરી સોલ્યુશનમાં ઘણી મુશ્કેલીઓ આવતી હતી.
છાત્રોએ ગુગલ ફોર્મથી સંમતિ આપી
હોસ્ટેલમાં રહેવા ઘણા વિદ્યાર્થીઓ ઇન્કવાયરી માટે સંપર્ક કરતા હતા. જેમની પાસે ગુગલ ફોર્મના માધ્યમથી સંમતિ મેળવી છે. એન્જિનિયરિંગ સહિતના પ્રેક્ટિકલ બેઝ્ડ કોર્ષમાં વિદ્યાર્થીઓએ કોલેજમાં આવવુ જરૂરી છે. આવા કોર્ષમાં મોટાભાગે ભરૂચની બહારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમને રહેવા માટે હોસ્ટેલમાં રહેવું માત્ર ઉપાય હોય શકે.
હોસ્ટેલ શરૂ કરવા નડતરરૂપ સમસ્યા
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.