તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:દિક્ષા એપ-પોર્ટલથી વિદ્યાર્થીઓ શિક્ષકો અભ્યાસક્રમ શીખી શકશે

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિક્ષા મોડ્યુલ બુકનું ભરૂચની 918 પ્રા.શાળાઓમાં વિતરણ કર્યું

શિક્ષણ વિભાગે દેશભરમાં દિક્ષા (ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફોર નોલેજ શેરીંગ) મોબાઇલ એપ અને પોર્ટલ વિકસાવી છે. જેમાં વિદ્યાર્થઓ-વાલીઓ અને શિક્ષકો પણ અભ્યાસક્રમને શીખી તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા 9 તાલુકાઓમાં દિક્ષા મોડ્યુલ બુકનુ વિતરણ કર્યુ છે.

ભરૂચ જિલ્લાની 918 પ્રાથમિક શાળાઓમાં આ બુકનું વિતરણ કરાશે, બુકમાં આપેલ ક્યુઆર કોડથી પુસ્તકોના ટોપીક્સને ડિજિટલી ભણી શકશે. ક્યુઆર કોડ સ્કેન કરીને મોબાઇલથી વિદ્યાર્થીઓ સરળતાથી જેતે ટોપીકનો રસપ્રદ અભ્યાસ કરી શકશે. આ મોડ્યુલ બનાવવમાં ભરૂચ ડાઇટના પ્રાચાર્ય બીપી ગઢવી, ડો.જતિન મોદી, યતિન પટેલ સહિતના અધિકારીઓએ ભાગ ભજવ્યો છે.

દિક્ષા મોડ્યુલ બુકની વિશેષતાઓ
દિક્ષા મોડ્યુલ બુકમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ ટોપીકના ક્યુઆર કોડ દર્શાવ્યા છે. ઉપરાંત દિક્ષા પોર્ટલ પર દરેક ધોરણના લેક્ચર પણ ઉપલબ્ધ છે. શિક્ષકો માટે ડિજિટલ ટીચર ટ્રેનિંગ પણ ઉપલબ્ધ છે. પોર્ટલ પર દર અઠવાડિયે નવા કોર્સને અપલોડ કરાય છે. લોકડાઉન દરમિયાન હોમલર્નિંગ કાર્યક્રમમાં અસરકારક અભ્યાસ માટે દિક્ષા મોબાઇલ એપ-પોર્ટલનો વિદ્યાર્થીઓએ ઉપયોગ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...