તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજ્જડ બંધ:અંકલેશ્વરમાં વિકેન્ડ લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ, બજારો સંપૂર્ણ બંધ રહ્યાં

ભરૂચ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શનિ-રવિની રજાઓમાં લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું

કોરોના સંક્રમણને અટકાવવા માટે અંકલેશ્વર ખાતે વિકેન્ડ લોકડાઉન આપવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અપાયેલા લોકડાઉનને સજ્જડ પ્રતિસાદ સાંપડયો હતો. અને લોકોએ બજારો બંધ રાખ્યા હતા. તથા શનિ-રવિની રજાઓમાં લોકોએ ઘરમાં જ રહેવાનું પસંદ કર્યું હતું.

ભરૂચની માફક અંકલેશ્વરમાં પણ લોકડાઉન આપવામાં આવે
શહેરના બજાર બંધ રહેતા ચહલ-પહલ ઓછી જોવા મળી હતી. તેમજ જીઆઇડીસી વિસ્તારમાં બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગરપાલિકાના તમામ સભ્યો દ્વારા અંકલેશ્વર નગરમાં ભરૂચની માફક દિવસભરનું લોકડાઉન અપાય તેઓ ઠરાવ કરી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવ્યો છે. ત્યારે ભરૂચની માફક અંકલેશ્વરમાં પણ લોકડાઉન આપવામાં આવે તે ઇચ્છનીય છે.

મીની લોકડાઉનમાં માત્ર ભરૂચ શહેરનો જ સમાવેશ કરાયો છે
રાજ્ય સરકાર દ્વારા અપાયેલા મીની લોકડાઉનમાં માત્ર ભરૂચ શહેરનો જ સમાવેશ કરાયો છે. જેથી અંકલેશ્વર શહેરમાં તે લાગુ નથી પડતું. ત્યારે અંકલેશ્વરની નગરપાલિકા અને નોટીફાઇડ તથા શહેરી વિસ્તારમાં અપાયેલા સ્વૈચ્છિક લોકડાઉનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને કોરોના સંક્રમણને અટકાવવા માટે ચોક્કસ ફાયદાકારક રેહશે તેમાં કોઈ બે મત નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો