તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • Strong Evidence Of The Corona Vaccine's Effectiveness Came Against A Shocking Fact In A Survey Conducted At The Bharuch Kovid Crematorium.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિન જ વિકલ્પ:કોરોના વેક્સિન અસરદાર હોવાના સબળ પુરાવા, ભરૂચ કોવીડ સ્મશાને કરેલા એક સર્વેક્ષણમાં ચોંકાવનારી હકીકત સામે આવી

ભરૂચ10 દિવસ પહેલા
 • સ્મશાન સંચાલકે 30 એપ્રિલ સુધીના ડેટા એકત્રિત કરી વિશ્લેષણ કર્યું
 • એપ્રિલ મહિનાની શરૂઆત સાથે કોરોનના બીજા સ્ટ્રેઇનની ગંભીર અસરો દેખાવા માંડી

વેક્સિન કોરોના સામે મજબૂત કવચ હોવાના સરકાર સહીત વેક્સિન નિર્માતાઓ દાવા કરી રહ્યા છે તો સામે કેટલાક લોકો પ્રશ્નો પણ ઉઠાવી રહ્યા છે. આ તમામ વચ્ચે વેક્સિન અસરદાર હોવાના સબળ પુરાવા મળ્યા છે. ભરૂચ કોવીડ સ્મશાને કરેલા એક સર્વેક્ષણમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે.

કોરોના વેક્સિનની અસરકારકતા મૃત્યુનું જોખમ ઘટાડે છે અને સંક્રમણની ગંભીર અસરને નહિવત બનાવે છે. હજુ ઘણા લોકોએ એવા છે જે વેક્સિન લેતા હિચકિચાટ અનુભવે છે. આ લોકોનો ડર કે ગેરસમજ ભરૂચ કોવીડ સ્મશાને જાહેર કરેલા માહિતી દૂર કરી દેશે. ભરૂચ સ્થિત સ્પેશિયલ કોવિડ સ્મશનના સંચાલક ધર્મેશ સોલંકીએ કોરોના સ્મશાનની શરૂઆતથી આજ દિનસુધી જેટલા પણ મૃતદેહની અંતિમક્રિયા કરાઈ છે તે દર્દીઓને લગતી માહિતીઓનો ડેટાબેઝ તૈયાર કર્યો છે.

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે કોરોનના બીજા સ્ટ્રેઇનની ગંભીર અસરો દેખાવા માંડી હતી. ગુજરાતમાં કોરોનના આ અજગરી ભરડામાં ભરૂચ પણ બાકાત રહ્યું ન હતું અને રોજના સર્રેરાશ 4-5 મોતના આંકડાઓ 30 એપ્રિલે મહત્તમ 58 સુધી પહોંચી ગયા અને હાલત એ બન્યા કે સ્મશાનને ત્રણ ગણું મોટું બનાવવાની ફરજ પડી છે.

ભરૂચ કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીના જણાવ્યા અનુસાર, તેમણે સ્મશાનમાં અત્યાર સુધીમાં લગભગ 877 જેટલા મૃતકોની અંતિમક્રિયા કરી છે. સેકન્ડ સ્ટ્રેઇનના મૃતકોના ડેટાબેઝમાં ધર્મેશે વેક્સિનની એક કોલમ ઉમેરી હતી. 30 એપ્રિલ સુધીના ડેટા એકત્રિત કરી જયારે વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. મૃત્યુ પામેલા 877 મૃતકોમાં માત્ર 10 લોકો એવા હતા જેમણે બે વેક્સીન લીધી હતી. જો ટકાવારી જોવામાં આવે તો આ આંકડો 98.85 ટકા જેટલો થાય છે. એટલે એમ કહી શકાય કે મૃતકો પૈકી માત્ર 1.14 લોકોએ પોતાના વેક્સિનના બે ડોઝ પુરા કર્યા હતા જોકે ઇમ્યુનીટી બનવા માટે જરૂરી બીજી વેક્સીન પછ 14 દિવસનો સમયગાળો પૂરો થયો હતો કે નહિ તેની કોઈ માહિતી સામે આવી નથી.

જાણીતા તબીબ ડો. દિવ્યેશ ભગતે જણાવ્યું હતું કે, આંકડા સ્પષ્ટ કરે છે કે ભારતીય વેક્સિન કેટલી અસરદાર છે. વેક્સિનના બે ડોઝ લીધા બાદ બે સપ્તાહ કે તેથી વધુ સમય પસાર થયા બાદ વ્યક્તિને કોરોના સંક્રમણ લાગ્યાના કિસ્સા છે પરંતુ તે ગંભીર સ્તરે પહોંચ્યા હોવાનું નહિવત છે. વેક્સીન મૃત્યુનું જોખમ ઘટાડી નાખે છે. દરેકે વેક્સીન લઇ સુરક્ષિત થવું જોઈએ.

કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે માત્ર 10 લોકોએ જ વેક્સિનના ડોઝ લીધા છે મહત્તમ લોકોએ વેક્સિન લીધી નથી જેઓ મૃત્યુ પામ્યા છે. 24 કલાકમાં 50થી વધુ મૃતદેહ અંતિમક્રિયા માટે લવાયા છે ત્યારે કલ્પાંતના દ્રશ્યો આખો ભીંજવી નાખતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો