8 કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત:ભરૂચ જિલ્લામાં આચારસંહિતાના અમલીકરણ માટે રાઉન્ડ ધ કલોક 45 ટીમો દ્વારા કડક ચેકિંગ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના સુચારૂ અમલીકરણ માટે ચૂંટણી તંત્ર દ્વારા રાઉન્ડ ધ કલોક ૪૫ ટીમો દ્વારા સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ૭૦ ચેકીંગ નાકા ઉપર રાઉન્ડ ધ ક્લોક ૮ કલાકની ત્રણ શિફ્ટમાં ટીમો તૈનાત કરીને વાહનોની તપાસ, રોકડની હેરફેર, હથિયારો, લીકર વગેરે જેવી પ્રતિબંધિત વસ્તુઓ પર બાજ નજર રાખવા સહિત વાહન નંબર તેમજ કોન્ટેક્ટ નંબરની નોંધણી કરવાની કામગીરી થઈ રહી છે.

નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ દેવડના કિસ્સામાં આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ૨૪ કલાક વાહનોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ માટે ભરૂચની પાંચ વિધાનસભા મતવિસ્તારમાં SST-સ્ટેટીક સર્વેલન્સ ૨૧ ટીમ, FST-ફલાઇંગ સ્કવોડની ૨૧ ટીમ, VST-વિડિયો સર્વેલન્સની ૬ ટીમ, VVT- વિડિઓ વ્યુઇંગની ૫ ટીમો દ્વારા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...