તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:ભરૂચ જીલ્લાની વિવિધ હોસ્પિટલમાં ફાયર સેફટી મામલે કડક કાર્યવાહી, ૩૦થી વધુ હોસ્પિટલોને નોટીસ આપવામાં આવી

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 50થી વધુ કોવિડ હોસ્પિટલ આવેલી છે

ભરૂચ જીલ્લાની વિવિધ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી. જેમાં ભરૂચ કલેક્ટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલમાં જિલ્લાની ડેજીગ્નેટેડ એમ.પેનલ્ડ કોવિડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં ફાયર સેફ્ટીની એન.ઓ.સી મેળવવા અંગેની બેઠકમાં સમાહર્તાએ જે હોસ્પિટલો નોટીસોનો પ્રત્યુત્તર નથી આપતી તેવી હોસ્પિટલોને કડક કાર્યવાહી કરીને સીલ કરવાની કામગીરી હાથ ધરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું.

સર્વે અધિકારીઓને નિરીક્ષણની કામગીરી ઝીંણવટભરી કરવા માટે જણાવ્યું

કલેક્ટરે ઉપસ્થિતોને આકસ્મિક બનાવના સમયે હોસ્પિટલમાં દર્દીઓ માટે સંકટ સમયની EXIT બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને સર્વે અધિકારીઓને નિરીક્ષણની કામગીરી ઝીંણવટભરી કરવા માટેનું ઉમેર્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી પ્રજાપતિ, સુરત ખાતેના પ્રાદેશિક ફાયર અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક્ષક ઈજનેર, ડી.જી.વી.સી.એલ. ભરૂચ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ ભરૂચ જિલ્લામાં 50થી વધુ કોવિડ હોસ્પિટલ આવેલી છે. જેની ફાયર સેફ્ટીની એન.ઓ.સી. નિરીક્ષણની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અંતર્ગત ફાયર સેફ્ટી અંગે ૩૦થી વધુ હોસ્પિટલોને ફાયર એન.ઓ.સી. અંગે નોટીસ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...