તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોષ:માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડવાનું બંધ કરો : છોટુ વસાવાનો સીએમ રૂપાણીને પત્ર

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ લોકો પાસેથી ડરાવી ધમકાવી જો હુકમી કરી દંડ ઉઘરાવે છે : છોટુ વસાવાનો આક્ષેપ
  • લોકો ઓક્સિજન, વેન્ટિલેટર બેડની સુવિધાના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે : છોટુ વસાવા

કોરોના કાળમાં સરકારે માસ્ક જ્યારે ફરજીયાત કર્યું છે. ત્યારે પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવી ગરીબોને રંજાડવાનું કાર્ય કરતી હોવાનો આક્ષેપ બિટીપીના ઝઘડીયાના એમએલએ છોટુભાઈ વસાવાએ લગાવ્યો છે. પોલીસ માસ્કના નામે દંડ ઉઘરાવવાનું બંધ કરે એવી માંગ છોટુભાઈ વસાવાએ સીએમ રૂપાણીને પત્ર લખી કરી છે.

લોકો તંત્રની ઘોર બેદરકારીને લીધે મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે

કોરોના કાળમાં લોકો કોરોના સંક્રમીત ન થાય એ માટે સરકારે માસ્ક ફરજીયાત કર્યું છે. જે માસ્ક ન પેહરે એને દંડની જોગવાઈ પણ સરકારે કરી છે. સરકારના આ નિર્ણયનો બિટીપી એમએલએ છોટુભાઈ વસાવાએ વિરોધ કર્યો છે. એમણે સીએમ રૂપાણી સમક્ષ પત્ર લખી રોષ વ્યકત કર્યો છે. છોટુભાઈ વસાવાએ જણાવ્યું છે કે કોરોના કાળમાં લોકો રોજે રોજ જીવનરક્ષક દવાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર બેડના અભાવે અને તંત્રની ઘોર બેદરકારીને લીધે મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે.

જિલ્લાની પોલીસ જો હુકમી કરી દંડ વસૂલી રહી છે

ભરૂચ જિલ્લાની પોલીસ રોજ ગરીબ, નિર્દોસ અને મધ્યમવર્ગના લોકો પાસેથી માસ્ક તથા અન્ય કારણોસર હજારો રૂપિયા દંડ વસુલે છે. લોકો પાસે રોજગારી નથી, કામધંધા બંધ છે. ત્યારે ખેડૂત, વેપારીઓ, કારીગરો અને મજૂરો હેરાન થઈ રહ્યાં છે. આર્થિક મંદીમાં ફસાયેલા લોકોને ભરૂચ જિલ્લાની પોલીસ ડરાવી-ધમકાવી જો હુકમી કરી દંડ વસૂલી રંજાડી રહી છે. એ ખરેખર બંધ થવું જોઈએ એવી મારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો