તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:ધો. 9થી 12ના છાત્રોની પરીક્ષા પૂર્ણ,હવે શાળામાં પાંખી હાજરી

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

હોમલર્નિંગ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ કેટલો અભ્યાસ ગ્રહણ કર્યો તે સંદર્ભે રાજ્યની ધો9થી 12ની તમામ ખાનગી અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. આ પરીક્ષા શુક્રવારના રોજ મોટાભાગની શાળાઓમાં પૂર્ણ થઇ ગઇ છે. જોકે હવે હોળીના તહેવાર સહિતની રજાઓને કારણે આગામી અઠવાડિયામાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાય શકે છે.ભરૂચમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, પરીક્ષાને કારણે અત્યાર સુધી વિદ્યાર્થીઓને શાળાએ મોકલ્યા હતા.

પરંતુ હવે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે જાહેર ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શાળાઓ સુધી મોકલવા જોખમી છે. ઉપરાંત રાજ્યભરમાં કોરોનાના અવનવા વેરિયેન્ટ આવી રહ્યા છે. કોરોના સંક્રમણની ગતિમાં પણ વધારો થઇ રહ્યો છે. ઉપરાંત શાળાઓ દ્વારા હોમ લર્નિંગ ચાલુ જ રખાયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો