તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઝનોર ગામે સ્ટેટ વિજિલન્સના દરોડા એક બુટલેગર ઝડપાયો : પાંચ વોન્ટેડ

ભરૂચ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાની સંડોવણી,75 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગરની સ્ટેટ વિજિલન્સની ટીમે ભરૂચ તાલુકાના ઝનોર ગામે દરોડો પાડ્યો હતો. ટીમે એક ખેતરની ઓરડીમાંથી 40 હજારના દારૂ સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં તેની સાથે ભરૂચન કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાની સંડોવણી હોવાનું બહાર આવતાં નયન બોબડા સહિત 5 જણાને ટીમે વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો શહેર જિલ્લામાં મોટી માત્રામાં દારૂ સપ્લાય કરે છે. ત્યારે તેણે ઝનોરના દિનેશ રાયસિંગ માછી તેમજ સંજય ઉર્ફે અજય પરસોત્તમ માછી અને જિતેશ ઉર્ફે જિતીયો પરસોત્તમ માછીને દારૂનો જથ્થો સપ્લાય કર્યો હોવાની વિગતો ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ટીમને મળી હતી. જેના પગલે ટીમે આજે ઝનોર ગામે દરોડો પાડ્યો હતો.

ટીમે ઝનોર ગામના દિનેશ રાયસિંગ માછીના ઘરે તેમજ તેના ખેેતરમાં આવેલી ઓરડી ખાતે તપાસ હાથ ધરતાં ટીમને ત્યાંથી કુલ 40 હજારની મત્તાની વિદેશીદારૂની બોટલો તેમજ ટીનનો જથ્થો જપ્ત કર્યો હતો. ઉપરાંત ત્યાં હાજર સંજય ઉર્ફે અજય માછીની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક સ્કૂટર, એક મોબાઇલ તેમજ રોકડા રુપિયા અને દારૂનો જથ્થો મળી કુલ 75 હજારનો જથ્થો જપ્ત કર્યો હતો. જ્યારે તેની સાથે દારૂના વેપલામાં સંડોવાયેલાં નયન ઉર્ફ બોબડો, જિતેશ ઉર્ફે જીતીયો માછી, રમેશ ઉર્ફે પાયો વસાવા, દિનેશ માછી તેમજ ભરત મળી 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો