તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:ગુજરાત સ્ટેટ રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના 13 સ્પર્ધકોએ નામ રોશન કર્યુ

ભરૂચ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં પ્રણવ જોશીએ 61 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવ્યો
  • સ્પર્ધામાં દસ વર્ષથી લઈને 65 વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો

અમદાવાદમાં 25 ફેબ્રુઆરીથી 6 માર્ચ સુધી 56મી ગુજરાત સ્ટેટ શૂટિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ ડિસ્ટ્રીક રાઈફલ શૂટિંગ અસોસિએશનના 13 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 11 મેડલ પ્રાપ્ત કરી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યુ છે. તેમજ આગળ પ્રી-નેશનલ રમવા માટે પસંદ કરાયા છે.

આ સ્પર્ધામાં દસ વર્ષથી લઈને 65 વર્ષના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ભરૂચ જિલ્લાના પ્રણવ જોશીએ 61 વર્ષની ઉંમરે ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત ખુશી ચુડાસમાએ એક ગોલ્ડ, એક સિલ્વર, એક બ્રોન્ઝ મેડલ મેળ્યો છે. તથા તન્વી જોધાણીએ બ્રોન્ઝ, પૃથ્વીરાજ રાણાએ સિલ્વર તેમજ માનવરાજ ચુડાસમા, અગમ આદિત્ય, સિદ્ધાર્થ પટેલ ત્રણેય ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. તથા સોમ વિસાવડીયાએ બે સિલ્વર મેડલ મેળવેલ છે.

સ્પર્ધકોને આગળ વધવા પૂર્તિ તાલીમ અપાઇ

જ્યારે યશરાજ સેવનિયા, અધ્યયન ચૌધરી, પાર્થ સિંહ રાજાવત, વિધિ ચૌહાણ, અદિતિ રાજેશ્વરી, અનિલ પટેલ, હિરેન રાઠોડ બધા સ્પર્ધકોએ સ્ટેટ લેવલની શૂટિંગ કોમ્પિટિશનમાં ભાગ લઇ ભરૂચનું નામ રોશન કર્યુ છે. તેમજ ભરૂચ ડિસ્ટ્રીક રાઈફલ શૂટિંગ એસોસિયેશનના પ્રેસિડન્ટ અરુણ સિંહ રાણા અને સેક્રેટરી અજય પંચાલએ નેશનલ લેવલે પૂરતી પ્રેક્ટિસ મળે અને ભરૂચ જિલ્લાના વધુ સ્પર્ધકો શૂટિંગ ક્ષેત્રે આગળ વધે તે માટે સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ કોચ મિત્તલ ગોહિલ સ્પર્ધકો નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે ગુજરાતનું નામ રોશન કરે તેની પૂર્તિ તાલીમ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...