• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • State Monitoring Cell Police Seized A Container Full Of Foreign Liquor From Ankleshwar, Totaling Rs. Muddamal Seized More Than Rs 32 Lakh

દારૂ ઝડપાયો:સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે અંકલેશ્વર ખાતેથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું, કુલ રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બે ઇસમોને ઝડપી પાડ્યા, અન્ય ત્રણ બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરાઈ
  • વિદેશી દારૂની 15 હજાર 720 નંગ બોટલ મળી આવી
  • રૂ. 24.79 લાખનો વિદેશી દારૂ અને કન્ટેનર મળી કુલ રૂ. 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ જીલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દારૂની રેલમછેલમ અટકાવવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે જિલ્લામાં ધામા નાખ્યાં છે. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની એશિયન પેઇન્ટ ચોકડી પાસેની ક્રેડિલા ફાર્માસ્યુટિકલ-2 કંપની નજીક માર્ગની સાઈડમાં પાર્ક કરેલ કન્ટેનર નંબર-એચ.આર.45.સી.8419માં વિદેશી દારૂનો વિપુલ જથ્થો સંતાડેલો છે. જેથી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.

પોલીસે કન્ટેનરમાં તપાસ કરતાં તેમાં બોક્ષની આડમાં સંતાડેલા વિદેશી દારૂની 15 હજાર 720 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ. 24.79 લાખનો દારૂ અને બે મોબાઈલ ફોન તેમજ કન્ટેનર મળીને કુલ રૂ. 32.88 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ કન્ટેનર ચાલક સહિત રાજસ્થાનના મહેરાણા ખાતે રહેતા રાકેશ ભોળારામ જાટ અને રાજેન્દર બિરબલ જાટને ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે વિદેશી દારૂ મોકલાવનાર અને મંગાવનાર સહિત ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બહારની પોલીસે વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો ઝડપી પાડતાં સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...