દેશી દારૂના અડ્ડા પર તવાઈ:સ્ટેટ મોનીટરીંગ સેલે જંબુસરના દોઢગાંવ આંબા વિસ્તારમાં દેશી દારૂના જથ્થા સાથે 4 લોકોને ઝડપી પાડ્યાં

ભરૂચ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટેટ મોનીટરીંગ સેલે જંબુસર તાલુકાના દોઢગાંવ આંબા વિસ્તારમાંથી દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂના વોશનો જથ્થો સહીત સાધનો મળી કુલ 2.75 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાર ઈસમોને ઝડપી પાડ્યા હતા

ભરૂચ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને ડામવા માટે સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઈ એન.એચ. કુંભાર અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, જંબુસર તાલુકાના દોઢગાંવ આંબા વિસ્તારમાં મોટાપાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 465 લીટર દેશી દારૂ અને 9365 લીટર વોશ અને ચાર વાહનો,ચાર મોબાઈલ ફોન તેમજ જનરેટર મોટર બે મળી કુલ 2.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દોઢગાવ આંબા ગામનો કમલેશ ઠાકોરભાઈ ઠાકોર,જગદીશ વસંતભાઈ ઠાકોર,અમરસિંગ દીપસિંગ પઢિયાર અને લક્ષ્મણ ગોવિંદભાઈ રાઠોડને ઝડપી પાડ્યો હતો જ્યારે નટવર ઉર્ફે નટુ મણીલાલ ઠાકોરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...