દારૂના વેપલા પર દરોડો:દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ, પૌત્ર અને ભત્રીજાને મહિને રૂપિયા 9 હજારનો બુટલેગર આપતો પગાર

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશી દારૂની ભઠ્ઠી, વિદેશી દારૂ, એક્ટિવા, રોકડા મળી કુલ રૂપિયા 4.32 લાખનો જથ્થો જપ્ત

દહેજમા ખુલ્લા વિસ્તારમાં બાવળની ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી અને વિદેશી દારૂના વેપલામાં એક સગીર સહિત સ્ટેટ મોનીટરીંગ સેલે બે લોકોને ઝડપી પાડી રૂપિયા 4.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દહેજના વજાપુરા ફળિયામાં રહેતો ભીખા મનુભાઈ વસાવા દારૂનો વેપલો કરતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલે દહેજમાં દરોડો પાડ્યો હતો. ખુલ્લી જગ્યામાં બાવળની ઝાડીઓમાં રેડ દરમિયાન દારૂની ભઠ્ઠી, પીપો, કારબાઓ પાસે એક સગીર સહિત બે લોકો મળી આવ્યા હતા.જેઓની પૂછપરછ અને તપાસમાં ભીખા વસાવાએ બન્નેને મહિને રૂપિયા 9 હજારના પગારે દારૂની પોટલીઓ બાંધવા અને દારૂ વેચવા રાખ્યા હતા. સ્થળ પરથી દેશી દારૂ, વોશ મળી આવ્યો હતો. જ્યારે સળગાવેલા કચરા નીચેથી વિદેશી દારૂની 2051 બોટલો મળી આવી હતી.

બુટલેગર ભીખા વસાવના ઘરે દરોડામાં દારૂના વેચાણના રોકડા 1 લાખ 41 હજાર મળ્યા હતા. દેશી,વિદેશી દારૂ, વોશ, એક્ટિવા, રોકડા, મોબાઈલ મળી કુલ રૂપિયા 4 લાખ 32 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે અશ્વિન મેલાભાઈ વસાવાની ધરપકડ કરી બુટલેગર ભીખા વસાવાને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલના નોયલ વિનોદભાઈએ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...