તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ, શિક્ષકો સ્કૂલે જશે,છાત્રો ઘરેથી ભણશે

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વર્ષ 2021-22ના નવા શૈક્ષણિક સત્રમાં છાત્રોને ઘરેથી ભણવાનું રહેશે

ભરૂચ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું રવિવારે ઉનાળું વેકેશન પૂર્ણ થતાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. સ્કૂલોમાં વર્ષ 2021-22નું નવું શૈક્ષણિક વર્ષ તો શરૂ થશે પરંતુ બાળકો માટે અભ્યાસ ઓનલાઈન જ ચાલશે. તમામ વિદ્યાર્થીઓએ ઘરેથી જ ભણવાનું રહેશે. જ્યારે સ્કૂલોમાં શિક્ષકો, આચાર્ય અને અન્ય કર્મચારીઓ હાજર રહેશે.

જિલ્લાની સ્કૂલોમાં સોમવારથી શાળાઓ ખુલતાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. શૈક્ષણિક વર્ષ નવું છે પરંતુ અભ્યાસની પદ્ધતિ ગતવર્ષની જેવી જ ઓનલાઈન રહેશે. કોરોનાને કારણે શિક્ષણ પર અસર પડી છે. જેના કારણે ગત વર્ષે સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઈન જ ભણાવવામાં આવ્યા હતા. હવે આ વર્ષની શરૂઆત પણ ઓનલાઇન શિક્ષણથી જ થશે. સરકાર દ્વારા જ્યાં સુધી ઑફલાઈન વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં નહિં આવે ત્યાં સુધી ઓનલાઈન વર્ગો જ ચાલુ રહશે.

ભરૂચ શહેરની સ્કૂલોમાં સેનિટાઈઝેશન કરાયું
ભરૂચના શાળા સંચાલકોના જણાવ્યા અનુસાર, આવતીકાલથી નવું શૈક્ષણિક શત્ર શરૂ થવા સાથે ફરીથી સ્કૂલો શરૂ થઈ રહી છે. રાજ્યસરકાર દ્વારા કોરોનાને લઇને નિર્ધારિત કરવામાં આવેલા તમામ નિયમોનું પાલન કરવામાં આવશે. સરકારે નક્કી કરેલી SOP પ્રમાણે જ સ્કૂલો શરૂ કરવામાં આવશે. સ્કૂલોમાં સેનિટાઈઝેશન પણ કરવામાં આવ્યું છે. સ્કૂલમાં આવતા શિક્ષકો અને કર્મચારીઓનું ટેમ્પરેચર ફરજીયાત રોજ થર્મલ સ્ક્રીનિંગથી ચેક કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...