તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન કેમ્પ:ભરૂચના ભોલાવ ખાતે આવેલી અવધૂત સોસાયટીમાં સોમનાથ મહાદેવ મંદિરમાં વેક્સિનેશન કેમ્પ શરૂ કરાયો

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ભરૂચની અવધૂત સોસાયટીમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં પણ આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન કેમ્પ શરૂ કરવામાં આવેલો છે. ત્યારે અહીં આજરોજ ભરૂચ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ અને ભોલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીએ કોરોના વેક્સિન લઇ પ્રજાને અપીલ કરી હતી કે, વેક્સિન એકદમ સુરક્ષિત છે.

ઠેર ઠેર વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા

સમગ્ર દેશમાં વેક્સિનેશ કાર્યક્રમને વધુ ઝડપી બનાવવા માટે આરોગ્ય વિભાગે કમર કસી છે. ગુજરાતમાં પણ વેક્સિનેશન કાર્યક્રમો ઝડપી થાય તે માટે તમામ જિલ્લાઓમાં આરોગ્ય વિભાગની ટીમો 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી છે. ઠેર ઠેર વેક્સિનેશન કેન્દ્ર શરૂ કરી તમામ નાગરિકો કોરોના કવચ મેળવે તે માટેની શરૂઆત કરવામાં આવી છે. ભાજપાના કાર્યકરો દ્વારા જેમ ચૂંટણીમાં મતદાન કરાવવા માટે મતદારોને લેવા મુકવાની સુવિધાઓ કરવામાં આવે છે. તેજ રીતે રસીકરણ માટે પણ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેથી કોઈપણ ભરૂચ જિલ્લાનો નાગરિક કોરોના ની રસી મૂકાવ્યા વિના ન રહે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો