તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવા વર્ષની સાથે જ નવા કાયદાઓનો અમલ શરૂ થઇ જશે. જોકે નવા વર્ષ નિમિત્તે લોકો ઉજવણી કરે છે પરંતુ ભરૂચ શહેરના લોકો ન્યૂયર પર આંદોલનના મુડમાં છે. 1 જાન્યુઆરીથી તમામ ટોલ પ્લાઝા પર કાર અને કોમર્સિયલ વ્હિકલ માટે ફાસ્ટેગ ફજિયાત કરતા સ્થાનિકોએ પણ હવે ટોલ ટેક્સ ચુકવવાનો વારો આવ્યો છે. જોકે ટોલ પ્લાઝાની 20 કિમીની ત્રિજ્યામાં આવતા લોકોને સામાન્ય છુટ અપાઇ છે પરંતુ ટેક્સમાંથી મુક્તિ અપાઇ નથી. જેને લઇને લોકોમાં રોષ ફેલાયો છે. શુક્રવારથી શરૂ થતા ફરજિયાત ટોલ ટેક્સની ટ્રાયલ રન શરૂ કરી દેવાઇ છે. ગત સોમવારથી ભરૂચ સ્થિત મુલદ ટોલ પ્લાઝા પર રોજ 10થી 15 મિનિટ કેશ વિન્ડો બંધ કરાય છે.માત્ર ફાસ્ટેગ ધરાવતા વાહન ચાલકોને જ પસાર પ્રવેશ અપાય છે.મુલદ ટોલ પ્લાઝાના અધિકારીએ જણાવ્યુ હતુ કે, હાલ ટોલ પ્લાઝા પર કેસ વિન્ડો બંધ કરીને ટ્રાઇલ શરૂ કરાઇ છે. જેમાં ફાસ્ટેગ ન હોય તેવા વાહનચાલકોની અવેરનેશ માટે ડ્રાઇવ શરૂ કરાઇ છે. ઘણા વાહનચાલકોએ હવે ફાસ્ટેગ લગાવી દીધા છે. ઇન્સટન્ટ ફાસ્ટેગ મળી જતા હોવાથી વાહનચાલકો પણ તેમાં ફાસ્ટેગ લગાવવા આવી રહ્યા છે.
સર્વિસ રોડ ફ્રીમાં પ્રવેશ માટે આજે છેલ્લો દિવસ
દેશભરમાં શુક્રવારથી ટોલ પ્લાઝા પર કેસ વિન્ડોથી ટેક્સની વસૂલાત બંધ કરાશે.મુલદ ટોલ પ્લાઝા સ્થિત સર્વિસ રોડમાં ફ્રી પ્રવેશ માટે આજે છેલ્લો દિવસ છે. ટોક ટેક્સમાંથી મુક્તિ ન અપાતા હવે અહીં પણ ટોલ ટેક્સ વસૂલાશે અથવા તો સર્વિસને હાલ પૂરતો બંધ કરાશે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.