નેત્રંગ,વાલિયા, ઝઘડિયા વિસ્તાર આદિવાસી વિસ્તાર છે આ વિસ્તારમાં હોળીનું આગવું મહત્વ જોવા મળે છે.આદિવાસીઓ માટે હોળીએ મુખ્ય તહેવાર છે. આદિવાસી પટ્ટમાં હોળી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળીમાં દહન કરવામાટે હોળીયા બનાવવામાં આવે છે.
આ પરંપરા વર્ષોથી આદિવાસીઓ દ્વારા સચવાય રહી છે. બાળકો દ્વારા ગાયના છાણ માંથી હોળીયા બનાવમાં આવેછે.ખેડૂતો પોતાનો પહેલો પાક હોળી માં ચડાવે તેમજ હોળી ના પાંચ દિવસ સુધી ઘેરૈયા બનીને ગામમાં ફરીને ઘેર ઉઘરાવે છે તેમજ ઢોલ નગારા વગાડીને નૃત્ય કરાય છે.
ફાગણ મહિનાની પૂનમની રાતે ગામમાં નક્કી કરેલી જગ્યાએ લાકડા એકઠા કરી તેમાં એક થાંભલા જેવું ઉચુ લાકડું ઉભુ કરવામાં આવે છે. અને ઉંચા છેડા પર એક રોટલો બાંધવામાં આવે છે. હોળી સળગાવતા રોટલાવાળુ લાકડું પડી જાય અને રોટલો શેકાઇ જાય ત્યારે તે રોટલાને ખાવા માટે પડાપડી થાય છે,
જેને મળે તેને અહોભાગ્ય માનવામાં આવે છે. સ્થાનિક આગેવાન વિજય વસાવાએ જણાવ્યું હતું કે, અમે લોકો ખેતરમાંથી કાઢેલું અનાજ સૌપ્રથમ હોળીમાં મુકીયે છે ત્યારબાદ પોતે વપરાશમાં લઇએ છીએ. ગાયના છાણમાંથી બનેલા હોળિયાએ અમારી પરંપરાનો એક ભાગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.