તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:ભરૂચ સિવિલમાં એ.આર.ટી સેન્ટરના કર્મીઓએ પગારનો અસ્વીકાર કર્યો અને વિરોધ નોંધાવ્યો

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે એ.આર.ટી. સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ મહિનાનો પગાર સ્વીકારવામાં આવ્યો ન હતો અને કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત ભરૂચ ખાતે એ.આર.ટી. સેન્ટર ચાલે છે. જે અન્વયે કામ કરતા કર્મચારીઓને 2017માં પ્રાઈવેટ કોન્ટ્રાકટ અંતર્ગત કામ કરવા દબાણ કરાયું હતું. જે અંગેનો હાઇકોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે ત્યાર બાદ હાલમાં પુનઃ એક વાર કેસ સિવાયના કર્મચારીઓ કે જેઓ થર્ડ પાર્ટી કોન્ટ્રાકટ માં ન હોય તેઓને GSACS સાથે કરાર કરવા જણાવવામાં આવ્યું હતું.

આ કોન્ટ્રાકટ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન ની ગાઈડલાઈન મુજબનો ન હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે અને તેના વિરોધમાં આ વખતનો પગાર કમર્ચારીઓ દ્વારા સ્વીકારવામાં આવ્યો નથી. આજરોજ તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સેન્ટરના ડેટા મેનેજર મોહસીન તલાટી, શ્વેતા પટેલ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...