તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:મહારાષ્ટ્ર જતી STની ટ્રીપો રદ, RT-PCR રિપોર્ટ નેગેટિવ વિના ગુજરાતમાં પ્રવેશબંધી

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણ વધતાં નર્મદા જિલ્લાને મહારાષ્ટ્ર સાથે જોડતી ઘનશેરા ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું
 • 72 કલાક પહેલાં કરાવેલો રિપોર્ટ નેગેટિવ હશે તો જ માન્ય ગણાશે

ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણના કેસોમાં ધરખમ વધારો થયો છે. રાજ્ય બહારથી આવતા મુસાફરો માટે હવે બસમાં પણ RT-PCR કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો છે. ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લાને મહારાષ્ટ્ર સાથે જોડતી સાગબારાની ઘનશેરા ચેકપોસ્ટ ઉપર કકડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં છેલ્લા 72 કલાકમાં કરાવેલો ટેસ્ટ નેગેટિવ હોય તો જ ભરૂચ ડિવિઝન સહિત એસટી નિગમની બસોમાં મુસાફરી કરી શકાશે તેવું નક્કી કરાયું છે. સામાન્ય વર્ષોમાં હોળી દરમિયાન એસટી વિભાગની બસોમાં એડાવાન્સ બુકિંગ હોય છે. તથા વધારાની ટ્રીપો દોડાવવામાં આવતી હોય છે.

પરંતુ કોરોના સંક્રમણ વધવાને કારણે ભરૂચ ડિવિઝનની મહારાષ્ટ્ર જતી 10 ટ્રીપો પૈકીની 6 ટ્રીપો રદ કરી દેવામાં આવી છે. જ્યારે 4 ટ્રીપો એક તરફી જ ચાલે છે. મહારાષ્ટ્ર બોર્ડર તરફથી આવતી બસોમાં મુસાફરોની સંખ્યા નહિવત પ્રમાણમાં હોય છે. આવતી વેળા મોટાભાગની બસો ખાલી જ આવી રહી છે. જોકે હાલ સાગબારા બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનું આરટી-પીસીઆર ટેસ્ટ સ્થળ પર જ કરવામાં આવે છે. જો રિપોર્ટ નેગેટિવ આવે તો જ રાજ્યમાં પ્રવેશ માટે અનુમતિ આપવામાં આવે છે.

ભરૂચમાં કોરોનાના વધુ 22 કેસ, એકનાં મોત સાથે સરકારી ચોપડે મૃત્યુઆંક 33 થયો
ભરૂચ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. શનિવારે જિલ્લાભરમાં વધુ 22 દર્દીઓ પોઝિટિવ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા 3391 થઇ છે. 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા હાલ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 171 પર પહોચી છે. જ્યારે ઘણા લાંબા સમય બાદ એક વ્યક્તિનો ડેથ ઓડિટ રિપોપ્ટ આવતાં સરકારી ચોપડે વધુ એક દર્દીનું કોરોનાથી મોત નોંધાતા હવે જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે. જોકે કોરોના સંક્રમિત દર્દીઓની સારવારનો મૃત્યુઆંક સ્મશાનગૃહોમાં 485થી વધુ નોંધાયો છે. શનિવારે ભરૂચ શહેરમાં 7 અને ગ્રામ્યમાં 8, અંકલેશ્વરમાં 5, ઝઘડિયા અને હાંસોટ તાલુકામાં 1-1 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. સારવાર લઈ રહેલા 14 લોકોને રજા અપાતાં અત્યારસુધી 3787 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

અન્ય રાજ્યોમાં પ્રવેશવા માટે કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાતા પ્રવાસનને મોટો ફટકો
હોળી-ધુળેટીના ટુંકા વેકેશનમાં ગુજરાતના લોકો પાડોશી રાજ્યોમાં ટુરિઝમ માટે જાય છે. જ્યારે મોટાભાગના પર પ્રાંતિ લોકો પણ ગુજરાત ઐતિહાસિક સ્થળો સહિતની ટુરિઝમ સાઇટ પર મઝા માણવા આવે છે. જોકે હવે રાજ્યની સરહદ પાર કરવા માટે આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત બનતા પ્રવાશન ઉદ્યોગને મોટો ફટકો પડશે. દેશભરમાં વધતો કોરોનાનો કહેર મુસાફર પ્રેમીઓ માટે મોટી સમસ્યા બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો