ટેમ્પોની અડફેટે યુવક કચડાયો:જંબુસરના એસ.ટી. ડેપો રીંગ રોડ પર ટેમ્પો ચાલકે ફ્રૂટની લારીને ધડાકાભેર ટક્કર મારી, લારી ચાલકનું મોત

ભરૂચ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ઘટના cctvમાં કેદ, વીડિયો સમગ્ર પંથકમાં વાઇરલ થવા પામ્યો

જંબુસરના એસ.ટી. ડેપો રીંગ રોડ પર બાલા મેડિકલની સામે ટેમ્પો ચાલકે ફ્રૂટની લારીને અડફેટે લેતાં એક યુવાનનું મોત થયું હતું. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી, જેનો વીડિયો સમગ્ર પંથકમાં વાઇરલ થવા પામ્યો છે.

ટેમ્પોએ ફ્રૂટની લારીને અડફેટે લીધી
જંબુસરના ખાનપુરી ભાગોળમાં રહેતા શબ્બીર અહેમદ દીવાનના મિત્ર કાળું અહેમદ ગૌરી હાથલારીમાં ફ્રૂટનું વેચાણ કરી પોતાન પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગઇકાલે રવિવારે સવારે ફ્રૂટની લારી લઇ જંબુસરના એસ.ટી.ડેપો રીગ રોડ ઉપર બાલા મેડિકલની સામેથી પસાર થતા હતા. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા ટેમ્પો નંબર-જી.જે.16,એ.વી.3126એ ફ્રૂટની લારીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ અકસ્માતમાં કાલુભાઈ ગૌરીને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ જંબુસરના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ સમગ્ર ઘટના નજીકમાં લગાવાયેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી, જેનો વીડિયો પંથકમાં વાઇરલ થવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...