તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અંકલેશ્વર નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત, બસમાં સવાર 48 મુસાફરોનો બચાવ

ભરૂચ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખરોડ ચોકડી નજીક ટ્રેલરે અચાનક વળાંક લેતા બસ ટ્રેલર સાથે અથડાઈ હતી

અંકલેશ્વરના નેશનલ હાઇવે પર ખરેડ ચોકડી નજીક ટ્રેલરે અચાનક વળાંક લેતા એસટી બસ ટ્રેલર સાથે અથડાઈ હતી. ટ્રેલર સાથે અથડાયા બાદ બસ નજીકના ગલ્લાના છાપરા સાથે અથડાઈ હતી. અકસ્માતના પગલે લોકો એકઠા થઇ ગયા હતા. બનાવમાં સદભાગ્યે બસમાં સવાર 48 મુસાફરોનો બચાવ થયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આજરોજ સવારના અરસામાં નવસારીથી એસ.ટી.બસ લઈ અંબાજી ખાતે જઈ રહી હતી. સુરત-અંકલેશ્વર નેશનલ હાઇવે પર ખરોડ ચોકડી નજીક બસ પસાર થઇ રહી હતી એ સમયે પૂર ઝડપે આવતા ટ્રેલરે અચાનક યુ-ટર્ન લીધો હતો. જેના કારણે બસ ટ્રેલર સાથે અથડાઈ હતી. એ સમયે બસમાં બે બાળકો સહિત 48 મુસાફરો સવાર હતા. અકસ્માતમાં કોઇ જાનહાની ન થતાં બધાએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો