શિક્ષણ ઉત્કર્ષ સંગઠન, રોટરી કલબ ઓફ ભરૂચ, સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ તેમજ ભરૂચ એકેડેમી એસોસિયેશનના સંયુકત ઉપક્રમે એસ.એસ.સી ના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એકઝામ-2023નું પરિણામ રોટરી કલબ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ ઉત્કર્ષ સંગઠનના સ્થળ સંચાલક શ્રી ઈન્દ્રવદનભાઈ રાણા, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડન્ટ ડો.વિહાંગ સુખડિયા, ડો.ઉર્વિબેન સુખડિયા, ભરૂચ એકેડેમી એસોસિયેશનના ઉપપ્રમુખ મિનેશભાઈ રાણા અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. પરિણામ મેળવવા માટે ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન કરતાં પરિશ્રમ ક્લાસિકના શૈલેષભાઈ ગૌસ્વામી એ વિદ્યાર્થીઓને ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે તથા વાલીઓ પણ બાળકો પર પરિક્ષા માટે કોઈ પણ પ્રેશર ન આપે. સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રેસિડન્ટ ડો.વિહાંગ સુખડિયા દ્વારા સંગઠનની ઉત્કૃષ્ઠ કામગીરી ને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી અને તેઓ કોઈ પણ પ્રકારના ભય વિના બોર્ડની પરીક્ષા આપે અને ગુજરાત બોર્ડમાં સારા નંબર થી ઉત્તિર્ણ થઈ ભરૂચનું નામ રોશન કરે તેમ જણાવ્યું હતુ.
આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રમુખ ભાવનાબેન સાવલીયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા તથા સંસ્કૃતિ ટ્રસ્ટ ના સદસ્યો તથા ભરૂચ એકેડેમી એસોસિયેશનના સભ્યોએ પરિણામ માટેની સહયોગી સેવા આપી હતી. શિક્ષણ ઉત્કર્ષ સંગઠન દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 મોડલ ટેસ્ટ માં વધુ માર્કસ મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરિક્ષામાં વધુ માર્કસ મેળવનાર તેજસ્વી દસ વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.