કોરોના રસીકરણ:ભરૂચથી અભ્યાસ અર્થે વિદેશ જતાં વિધાર્થીઓ માટે ખાસ વેકિસનેશન

ભરૂચ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ ડોઝને 84 દિવસ ન થયા હોય તો પણ વેક્સિન અપાશે

વેક્સિનેશન માટે કેન્દ્ર તરફથી મળેલી રીવાઇઝડ ગાઈડલાઇન મુજબ કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે 84 દિવસનો સમયગાળો રાખવાનું નક્કી થયું હતું. પરંતુ રાજ્યમાંથી અભ્યાસ અર્થે વિદેશમાં જવા માંગતા વિદ્યાર્થીઓ માટે અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધો હોય પરંતુ 84 દિવસ પુરા ન થતા હોય તેવા વિધાર્થીઓને અભ્યાસમાં અને વિદેશ પ્રવાસમાં કોઇ અડચણ ન થાય તે હેતુથી આવા વિધાર્થીઓને બીજા ડોઝમાં અગ્રતા આપવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભરૂચ જિલ્લામાંથી વિદેશ જવા માંગતા 29 વિધાર્થીઓને અભ્યાસ અર્થે વિદેશ જતા આરોગ્ય વિભાગ ધ્વારા સદર વિધાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વેકિસનેશનનો કાર્યક્રમ યોજાયો હતો.

અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓ પૈકી ભરૂચના વિદ્યાર્થી હેત પંકજભાઇ ભુવા અને સ્મિત શાંતિલાલ ધોલુંએ ઉત્સાહભેર બીજા ડોઝનું રસીકરણ કરાવ્યું હતું. તેઓએ હર્ષની લાગણી વ્યકત કરતા રાજય સરકારની રસીકરણની કામગીરી ખરેખર સરાહનીય છે. તેમણે અભ્યાસ અર્થે વિદેશ જતા વિધાર્થીઓ માટે ચિંતા વ્યકત કરીને જે અગ્રતા આપવામાં આવી છે. તે બદલ તેમણે વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...