ભરૂચ જિલ્લા પોલીસે ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. પોલીસે સાત વ્યાજખોરો પૈકી પાંચ ઈસમોને ઝડપી પાડી બળજબરીથી લીધેલી કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના ત્રણ અને અંકલેશ્વરમાં 4 ગુના નોંધાયા હતા
ગૃહ વિભાગ અને ડીજી કચેરી દ્વારા ગેરકાયદેસર ઉંચા વ્યાજના દરે નાણા ધિરાણ કરતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપી હતી. જેને પગલે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે ઝુંબેશ હેઠળ ભરૂચ સી ડીવીઝન પોલીસ મથક ખાતે ત્રણ ગુના અને અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે એક મળી કુલ ચાર ગુના વ્યાજખોરો સામે નોંધાયા છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, તે દરમિયાન પોલીસે સાત વ્યાજખોરો પૈકી પાંચ વ્યાજખોરોને ઝડપી પાડ્યા હતા.
વ્યાજખોરો સામે જજુમતા લોકોને ફરિયાદ કરવા અપીલ
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આકાંક્ષા નગરીમાં રહેતો સતીશ ઉર્ફે શનિ દિનેશ ટેલર,રમેશ હરકિશન મોદી,સુરેશ ભીખા પરમાર,દિલીપ સોમચંદ્ર જાદવ,દેવાંગ ઉર્ફે દેવ ચંદ્રકાંત મહેતા તેમજ અંકલેશ્વરના સંદીપ ભરત કાયસ્થને પોલીસે ઝડપી પાડ્યા હતા. વ્યાજના બદલામાં બળજબરીથી લઈ લેવામાં આવેલી વરના ગાડી અને હિસાબની ડાયરી કબજે કરી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલે વ્યાજખોરો સામે જજુમતા લોકો આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી છે અને પોલીસ ચોક્કસ કડક રહે કાર્યવાહી કરશે તેવી ખાતરી પોલીસ વડાએ આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.