યોજનાનો લાભ આપાશે:વિધવા-વૃધ્ધ સહાયથી લાભાર્થી વંચિત ન રહે તે માટે ખાસ ઝુંબેશ

ભરૂચ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી તંત્ર ઘરે ઘરે ફરી યોજનાનો લાભ આપાશે

ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઉત્કર્ષ પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસ દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘરે ઘરે ફરી તમામ ગંગા સ્વરૂપા બહેનો અને વૃધ્ધ સહાયના લાભાર્થીઓને ઘરે બેઠા જ યોજનાનો લાભ આપવામાં આવનાર છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે તાલુકા દીઠ વોટસએપ હેલ્પલાઇન નંબર પર યોજનાનો લાભ મેળવવા યોગ્ય નાગરિકોના નામ, સરનામું, ઓળખનો પુરાવો, મોબાઇલ નંબરની વિગતો, યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તેની વિગતો મોકલવાની રહશે.ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય યોજના અંતર્ગત બીપીએલ સ્કોર 0 થી 20, 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો જેમની કૌટુંબિક આવક શહેરમાં 1.50 લાખ અને ગ્રામ્યમાં 1.20 લાખ હોય તે અરજી કરી શકે છે જેઓને માસિક રૂ.750 મળવાપાત્ર રહેશે.નિરાધાર વૃધ્ધ સહાય યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો જેમની કૌટુંબિક આવક શહેરી વિસ્તારમાં 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ હોયતે અરજી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...