તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીરજના મેડલને અનોખું સન્માન:નેત્રંગમાં S.P.પેટ્રોલ પંપના સંચાલકની રૂ 501ના મફત પેટ્રોલની જાહેરાત, શરત એટલી કે તમારું નામ નીરજ હોવું જોઇએ

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નીરજ ચોપરાના સન્માનમાં નેત્રંગના પેટ્રોલ પંપના માલિકની આ ઓફર સોમવારે સાંજે 5 કલાક સુધી

દેશને જેવલિન થ્રોમાં પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરા પર ભારતભરમાંથી અભિનંદન અને ધનવર્ષા થઈ રહી છે. જો તમારું નામ પણ નીરજ છે તો તમે ભરૂચ જિલ્લાના નેત્રંગ ટાઉનના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પરથી રૂ.501નું પેટ્રોલ નિઃશુલ્ક મેળવી શકો છો. ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં દેશ માટે પહેલો સુવર્ણ ચંદ્રક નીરજ ચોપરાએ જીતતાં દેશભરમાં આ ઐતિહાસિક જીતની ઉજવણીનું જશન મનાવવામાં આવી રહ્યો છે.

દેશને એથ્લેટિકમાં પહેલો ગોલ્ડ અપાવવા બદલ નીરજ ચોપરા પર જ્યાંરે ઇનમોની ધનવર્ષા થઈ રહી છે. ત્યારે દેશવાસીઓ પણ આ અદભુત ક્ષણે પાછળ કઈ રીતે રહી શકે. દરેક ભારતીય ગર્વ સાથે નીરજ ચોપરાને મળેલા પહેલા ગોલ્ડની ઉજવણીમાં મગ્ન બન્યા છે ત્યારે જો તમારું નામ પણ નીરજ છે તો તમે પણ પુરસ્કારના હકદાર બની શકો છો.

નિઃશુલ્ક રૂ. 501ના પેટ્રોલની જાહેરાત
ભરૂચ જિલ્લાના આદિવાસી નેત્રંગ તાલુકામાં નેત્રંગ ટાઉનમાં આવેલા ઇન્ડિયન ઓઈલના S.P.પેટ્રોલ પંપના માલિક ઐયુબ પઠાણે ગોલ્ડ બોય નીરજ ચોપરાના સન્માનમાં દરેક નીરજ નામની વ્યક્તિ માટે નિઃશુલ્ક રૂ. 501ના પેટ્રોલની જાહેરાત કરી છે. સોમવારે સાંજે 5 વાગ્યા સુધી પેટ્રોલ પંપ ઉપર રૂ.501નું નિઃશુલ્ક પેટ્રોલ પુરસ્કાર રૂપે મેળવવા માટે તમારૂં નામ નીરજ હોવું આવશ્યક છે.

નીરજ નામ હોવાનું કોઈપણ ઓળખપત્ર લઈ પેટ્રોલ પંપ પર જઈ શકો છો
તમે તમારું આઈ.ડી. પ્રૂફ એટલે કે નીરજ નામ હોવાનું કોઈપણ ઓળખપત્ર લઈ પેટ્રોલ પંપ ઉપર જશો એટલે તમને મળી જશે રૂ. 501નું મફત પેટ્રોલ. સંચાલકે કરેલી જાહેરાત સાથે પેટ્રોલ પંપનો તમામ સ્ટાફ પણ નીરજ નામની વ્યક્તિને આવકારવા સજ્જ થઈ ગયો છે. હવે નેત્રંગના આ પેટ્રોલ પંપ ઉપર સોમવારે સાંજ સુધી નીરજ નામની કેટલી વ્યક્તિઓ ગોલ્ડન બોય નીરજ ચોપરાના સન્માન હેઠળ જાહેર કરાયેલી સ્કીમનો લાભ લે છે એ તો સોમવારે સાંજે જ ખબર પડશે.

નેત્રંગમાં S.P. પેટ્રોલ પમ્પના સંચાલકની મફત પેટ્રોલની જાહેરાત પછી હવે અંક્લેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ રેડ લેબલ હેરબાર સલૂન ઍ પન ફ્રી હેર કટિંગની જાહેરાત કરી છે. આ જાહેરાતમાં નીરજ નામની કોઈપણ વ્યક્તિ આઈ ડી પ્રુફ લઈ આવશે. તો ફ્રીમાં હેર કટિંગ કરી આપવામા આવશે. નીરજ ચોપરાના સન્માનમાં અંક્લેશ્વર જી.આઇ.ડી.સી વિસ્તારમાં આવેલ રેડ લેબલ હેર બારના માલિકની આ વિશેષ ઓફર સોમવારે રાત્રે સુધી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...