કપાસનું વાવેતર:ભરૂચ જિલ્લામાં 1.02 લાખ હેક્ટરમાં વાવણી, ભારે વરસાદથી તુવેરને નુકસાનની ભીતિ

ભરૂચ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 36 હજાર હેક્ટરમાં તુવેર, 54 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર
  • વરાફ નીકળે તો બાકીના ધરતીપુત્રો વાવણીની શરૂઆત કરશે

ભરૂચ જિલ્લામાં ખેડુતોએ ચોમાસાની શરૂઆત થતાં જ વાવણીમાં જોતરાઇ ગયાં હતાં. જિલ્લામાં 2 લાખ હેક્ટર જમીન પૈકી 50.86 ટકા વિસ્તારમાં એટલે કે 1.02 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જે પૈકી 35.59 ટકા વિસ્તારમાં તુવેર તેમજ 53.36 ટકા વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું છે.

ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની શરૂઆતમાં થયેલાં વરસાદ અને સિંચાઇની સુવિધાવાળા ખેડૂતોએ વાવણી શરૂ કરી દેતાં જિલ્લાની કુલ 2 લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીન પૈક 1.02 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે. જેમાં સૌથી 54 હજાર હેક્ટરમાં કપાસ અને 36 હજાર હેક્ટરમાં 36 હજારથી વધુ હેક્ટરમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું છે.

જોકે, તાજેતરમાં જિલ્લામાં મેઘતાંડવને પગલે ચારેય તરફ જળબંબાકાર જેસી સ્થિતીનું નિર્માણ થયું હતું. ખેતરોમાં પાણી ભરાઇ જવાને કારણે ખેડૂતોને પાકને નુકશાન થવાની ભિતી સતાવી રહી છે. ત્યારે તુવેરના ખેતરોમાંથી વહેલું પાણી ન ઉતરે તો તુવેરનો પાક બળી જવાની શક્યતાઓ વર્તાઇ રહી છે. હજી સુધી ખેડૂતો થકી નુકશાનીને લઇને કોઇ ફરિયાદ આવી નથી. જોકે, જિલ્લા પંચાયતના ખેતિવાડી વિભાગ દ્વારા આગામી દિવસોમાં નુકશાનીનો સર્વે કરવામાં આવશે તેમ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...