તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:ભરૂચમાં સામાજિક પ્રસંગોમાં લાઉડ સ્પીકરની મંજૂરી આપવા સાઉન્ડ સિસ્ટમના સંચાલકોની માંગ

ભરૂચ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાઉન્ડ સિસ્ટમના સંચાલકોએ કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું

કોરોના મહામારીની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવી રહી છે. કોરોનાના કારણે લાઉડ સ્પીકર અને ડીડે સિસ્ટમ પર સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે હવે સ્થિતિ કાબૂમાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં સામાજિક પ્રસંગોમાં લાઉડ સ્પીકર વગાડવા પરમીશન આપવામાં આવે તેવી માગ સાઉન્ડ સિસ્ટમના સંચાલકો દ્વારા કરવામાં આવી રહી છે. સાઉન્ડ સિસ્ટમ સંચાલકોએ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.

ભરુચ જિલ્લા કલેકટરને ભરુચ જિલ્લાના ડી.જે.સાઉન્ડ સિસ્ટમના સંચાલકોએ એક આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર હિન્દુ ધર્મમાં ધામધૂમ પૂર્વક લગ્ન પ્રસંગ મનાવવામાં આવે છે વૈશ્વિક કોરોના મહામારી વચ્ચે સાવચેતીના ભાગરૂપે લાઉડ સ્પીકર અને ડી.જે.સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ મહામારીમાં છેલ્લા 1 વર્ષથી ડી.જે.સાઉન્ડ સિસ્ટમના સંચાલકો બેકારીનો સામનો કરી રહ્યા છે અને આર્થિક બેરોજગારી દૂર થઈ પડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. કુટુંબનું ભરણ પોષણ થાય તે માટે વહીવટી તંત્ર સરકારી ગાઈડ લાઇન મુજબ પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો