તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:પિયરમાં આવેલી પત્નીને તેડવા જતાં જમાઈનો સસરા પર હુમલો

ભરૂચ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભરૂચ શહેરના બહુચરાજી ઓવારા વિસ્તારમાં બનેલો બનાવ
 • પ્રથમ ડિલિવરી માટે પરિણિતા તેના પિતાના ઘરે આવી હતી

ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બહુચરાજી ઓવારા ખાતે મુકેશ રમેશભાઈ વસાવા પોતાના પરિવાર સાથે રહે છે.તેમની પુત્રી રૂપાના લગ્ન તેમના જ ફળિયામાં રહેતા સુનિલ રાજુભાઈ વસાવા સાથે થયા છે. તે ગર્ભવતી થતા દોઢ મહિના પહેલા તેનું શ્રીમંત કરીને તેમના ઘરે લાવ્યા હતા.જમાઈ સુનિલે તેના ઘરે આવીને તમારી છોકરીની ડીલેવરીને સવા મહિનો પૂરો થઈ ગયો છે.

જેથી તેને મારા ઘરે મોકલી આપો જેથી પિતાએ જવાબ આપ્યો કે, રૂપાને હૃદયની તકલીફ છે અને બાળક પણ કુપોષીત હોય બે માસ પછી તબિયત સારી થયે મોકલી આપીશું તેમ કહેતાં ઉશ્કેરાયેલા સુનિલે સસરા સાથે તકરાર કરી કાચની તૂટેલી બોટલ મારી દેતા તેના ડાબા હાથના બાવડાના ભાગે મારી દેતા તેમને ઇજાઓ થઈ હતી.જેથી તેમણે બુમાબુમ કરતા તે ફળિયાના માણસો ભેગા થઈ જતા સુનિલ ભાગી ગયો હતો.બનાવ મામલે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો