ભરૂચ જિલ્લો ગ્રીન એનર્જી તરફ આગળ વધી રહ્યો છે. સોલાર પેનાલ થકી વીજ ઉત્પાદન કરી પંચાયત કચેરીમાં જ ઉપયોગ કરી સરકારી નાણાંની બચત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
પ્રથમ તબક્કામાં 43 ગ્રામ પંચાયતો અને 5 તાલુકા પંચાયતોમાં નાણાકીય કમિશનના ફંડમાંથી રૂપિયા એક કરોડના ખર્ચે રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. જેથી વીજકાપની સમસ્યાના કારણે અટવાતા લોકોના કામો હવે ખોરંભે નહીં પડે. તાલુકા પંચાયત કચેરીઓ દિવસ દરમિયાન કાર્યરત હોય છે. જેમની ટેરેસની જગ્યા ઉપર સોલાર સિસ્ટમ લગાડી તેને વીજ બીલથી મુક્ત કરી શકાય છે.
આ જ વિચાર સાથે જિલ્લા વિકાસ અધિકારીએ પંચાયતોને રૂફ ટોપ સોલાર સિસ્ટમથી આવરી લેવા યોજના મૂકી હતી. ફાયનાન્સ કમિશનના ફંડમાંથી જિલ્લાની 43 ગ્રામ પંચાયતો અને 5 તાલુકા પંચાયતો વીજ ઉત્પાદન અને વપરાશમાં સોલાર સિસ્ટમ થકી આત્મનિર્ભર બની ગઈ છે. ગ્રામ પંચાયતો ઉપર 3 કિલો વોટ અને તાલુકા પંચાયતો ઉપર 15થી 25 કિલો વોટની સોલર પેનલો લગાવાઈ છે. જેનાથી 180 કેવી જેટલું પાવર પ્રોડક્શન થશે.
આ પંચાયતોના વીજ બિલ ઝીરો થઈ જતા સરકારને પણ ફાયદો થશે ગ્રામ પંચાયતોમાં દર બે મહિને આવતા 20 હજારથી વધુના વીજબીલની બચત થશે. પાંચ તાલુકા પંચાયતોની વાર્ષિક 6 લાખ રૂપિયાના વીજબીલની બચત થવા સાથે વીજ કાપમાંથી પણ હવે મુક્તિ મળશે.
રિન્યુએબલ એનર્જિથી એન્વાયરમેન્ટને પણ ફાયદો
નાણાંપંચમાંથી જિલ્લા-તાલુકા પંચાયતને મળતી ગ્રાન્ટમાંથી આયોજન કરી જંબુસર,આમોદ, અંકલેશ્વર, નેત્રંગ અને હાંસોટ તાલુકામાં સોલાર રૂફટોફ લાગુ કરી છે. જેમાં 15થી 25 કેવી સુધીની સિસ્ટમ ઈન્સ્ટોલ કરી છે. 43 ગ્રામપંચાયતોને પણ સમાવી છે. ગ્રામ પંચાયતોમાં વીજળીનું કન્જપ્શન ઓછું હોય છે. જો ઉત્પાદન વધારે હશે તો વીજ કંપની તેનું વળતર આપશે. સોલારથી ઉત્પાદિત રિન્યુએબલ એનર્જીથી એન્વાયરમન્ટને પણ ફાયદો થશે.- વિજય ચૌધરી, DDO, ભરૂચ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.