ભૂમાફિયા સામે લાલઆંખ:વાલિયાના કરાગામની સીમમાં માટી ચોરીનું કૌભાંડ ઝડપાયું, મામલતદારે જેસીબી મશીન જપ્ત કરી તપાસ હાથ ધરી

ભરૂચ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારની કાર્યવાહીથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ

વાલિયા તાલુકાના કરાગામની સીમમાંથી મામલતદારે માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. તેમજ જેસીબી મશીન જપ્ત કરી તપાસ હાથ ધરી છે. ત્યારે મહિલા મામલતદારે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

વાલિયા તાલુકામાં ખનીજ ખન્નની પ્રવૃત્તિ મોટાપાયે થતી હોવાની બુમરાણ ઉઠી રહી છે, ત્યારે વાલિયા તાલુકાના કરા ગામની સીમમાંથી ગેરકાયદેસર માટી ચોરી કરવામાં આવી રહી છે તેવી બાતમી વાલિયા મામલતદાર નેહાબેન સવાણીને મળતા તેઓએ પોલીસ કાફલા સાથે સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેને લઈ ભૂમાફિયાઓમાં નાસભાગ મચી હતી.

મામલતદારે સ્થળ પરથી ગેરકાયદેસર રીતે માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડી એક જેસીબી મશીન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વાલિયા તાલુકાના કોંઢ અને વટારીયા ગામની સીમમાં તળાવ ઊંડા કરવાના નામે માટી ઉલેચી અંકલેશ્વરના ખાનગી સ્થળો પર ઠલવાઈ રહી હોવાની પણ બુમરાણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...