બોગસ તબીબ ઝડપાયો:દહેજના વડદલામાંથી એસ.ઓ.જી.પોલીસે ડીગ્રી વિના દવાખાનું શરુ કરી મેડીકલ પ્રેક્ટીસ કરનાર તબીબને ઝડપી પાડ્યો

ભરૂચ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડિકલ દવાઓ અને સાધનો મળી કુલ 8 હજારથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

દહેજના વડદલા ગામમાં ભાડાના મકાનમાં ડીગ્રી વિના દવાખાનું શરુ કરી મેડીકલ પ્રેક્ટીસ કરનાર તબીબને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી મેડિકલ દવાઓ અને સાધનો મળી કુલ 8 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભરૂચ એસ.ઓ.જી પોલીસ મથકનો સ્ટાફ એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં વાગરા તાલુકામાં હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, દહેજના વડદલા ગામમાં ભાડાના મકાનમાં પ્રેસેન્જીત બિશ્વાસ ભાવેન ડીગ્રી વિના દવાખાનું શરુ કરી મેડીકલ પ્રેક્ટીસ કરે છે.

એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે મેડીકલ પ્રેક્ટીસ કરતા મૂળ વેસ્ટ બંગાળના અને વડદલા ગામમાં ભાડાના મકાનમાં રહેતા પ્રેસેન્જીત બિશ્વાસ ભાવેન બિશ્વાસ પાસે મેડીકલ પ્રેક્ટીસ અંગેનું સર્ટીફીકેટ માંગતા તેણે નહી હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ગેરકાયદેસર રીતે એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરતા બોગસ તબીબને ઝડપી પાડ્યો હતો. તેમજ મેડિકલ દવાઓ અને સાધનો મળી કુલ 8 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...