ભરૂચ જિલ્લામાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે શક્તિનાથ ખાતેથી પારખેતના વ્યક્તિને રોકડા 35 લાખ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભૂતકાળમાં ભરૂચ શહેર અને જિલ્લામાં હવાલાકાંડનું ભૂત ઘણું ધૂન્યુ છે. ત્યારે ફરી શંકાસ્પદ હવાલા કૌભાંડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલની સૂચના મુજબ SOG એન્ટીસોશ્યલ એક્ટિવિટી અને અર્થતંત્ર ને ખોખલા કરતા અપરાધો અટકાવવા કામગીરી કરી રહ્યું છે.
SOGના રવીન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે શહેરના શક્તિનાથ ખાતે PI આંનદ ચૌધરી, PI વી.કે.ભૂતિયા, PSI એ.વી.શિયાળીયા, શૈલેષભાઇ,સુરેશભાઈ સહિતનો સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો. શક્તિનાથ સર્કલ ઉપર બાતમી મુકબની આઈ 20 કાર આવતા તેને અટકાવી તલાશી લેવામાં આવી હતી. કારમાંથી રોકડા 35 લાખ મળી આવ્યા હતા. કાર ચાલક પારખેતનો દિલાવર મુસા ઉમરજી વોરા પટેલે આ નાણાં કપાસના હોવાની કેફિયત વ્યક્ત કરી હતી. જોકે, નાણાં અંગે જરૂરી આધાર પુરાવા, બિલ રજૂ કરી નહિ શકતા સીઆરપીસી 41 (1) ડી હેઠળ કાર્યવાહી કરાઈ છે. રોકડા રૂપિયા 35 લાખ, કાર અને મોબાઈલ મળી કુલ 40.05 લાખનો મુદામાલ કબ્જે કરાયો છે.
પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે નાણાં કપાસના અને કડીથી મોકલાયા હોવાનું કહ્યું છે. જેમાં નાણાં મોકલનાર, અહીં કોણ મેળવાનર હતું અને આંગડિયા પેઢીની ભૂમિકા ચકાસાઈ રહી હોવાનું SOG PI એ.એ.ચૌધરીએ જણાવ્યું છે. સાથે જ સંભવત હવાલાના નાણાં અંગે જીએસટી અને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવશે. જેથી આ બે વિભાગો પણ 35 લાખ રોકડાની તપાસમાં જોડાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.