અંતિમ દિવસે ફોર્મ ભરવા પડાપડી થશે:ભરૂચ જિલ્લાની પાંચ બેઠક પર અત્યાર સુધીમાં 28 ફોર્મ ભરાયા, સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

ભરૂચ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ જિલ્લાની વિધાનસભાની પાંચ બેઠકો માટે અત્યાર સુધી 28 ફોર્મ ભરાયા છે. સોમવારે અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફડો ફાટશે.

ભાજપ અને આમ આદમી પાર્ટીએ પાંચેય ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસમાં હજી ભરૂચ અને જંબુસરમાં ઉમેદવારને લઈ કોકડું ગુંચવાયેલું જ છે. ભાજપના વાગરા, જંબુસર અને અંકલેશ્વરના ઉમેદવારોએ શુક્રવારે ફોર્મ ભરી દીધા હતા. આપના એક ઉમેદવાર અને બીટીપીના મહેશ વસાવાએ પણ ઝઘડિયા બેઠક ઉપર ફોર્મ ભર્યું હતું.

હવે સોમવારે બાકી ઉમેદવારો ફોર્મ ભરશે. સાથે જ ભાજપ, કોંગ્રેસ, આપ થી નારાજ દાવેદારો પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવે તેવા એંધણ છે. સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભરૂચની પાંચ બેઠક ઉપર પડાપડીના દ્રશ્યો જોવા મળે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...