સ્નેહમિલન અને સન્માન સમારોહ:ભરૂચમાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટનો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી તારલાઓને સન્માનિત કરાયા

ભરૂચએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભરૂચમાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટનું સ્નેહમિલન તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તથા ભરૂચના ભામાશા કહેવાતા ધનજીભાઈ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

વિદ્યાર્થીઓને સનમાનિત કરાયા
સમારોહમાં સમાજના પ્રમુખ કાંતિ પરમાર, રાજેન્દ્રસિંહ રાવ, એડવોકેટ રાજેન્દ્ર સુતરિયા, મનહરભાઈ પરમાર તથા ટ્રસ્ટના પદાધિકારીઓની હાજરીમાં સમાજના વિદ્યાર્થીઓને વિશેષ સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં વિધાન સભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે સમાજને ભણેલા અને સેવાભાવી લોકોની એક ટીમ બનાવી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવા સાથે કારકિર્દી માટે યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ. જેનાથી સમાજના વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી બનાવી શકે.
વણકર સમાજે અનેક વિશેષ વ્યક્તિઓ આપ્યા
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ કહ્યું હતું કે, વણકર સમાજે અનેક વિશેષ વ્યક્તિઓ આપ્યા છે. મારો એક અલગ નાતો સમાજ સાથે રહ્યો છે. હું સમાજ સાથે છું અને રહેવાનો છું. સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે, આ સમાજના આગેવાન અને મારાભાઈ ધનજીભાઈ ભરૂચ જિલ્લાના ભામાશા તરીકે ઓળખાય છે તે સમાજનું ગૌરવ છે.
ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ પણ યુવાનોને પ્રોત્સાહન આપી દિવાળીની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ધનજીભાઈ પરમારે કહ્યું હતું કે, સમાજનો વિકાસ કરવો હોય તો વર્તમાન સમયની સાથે, પ્રવાહની સાથે ચાલવું જોઈએ. વ્યક્તિનો વિકાસ થશે તો સમાજનો વિકાસ થશે અને સમાજના વિકાસ થકી જ રાષ્ટ્રનો વિકાસ શક્ય બનશે. આ દિશામાં સમાજ આગળ વધે અને આગામી દિવસોમાં શિક્ષણ માટે અલગથી સમિતિ બનાવવા તેમણે અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...