ઘરફોડ ચોરી:ભરૂચના ત્રાલસા ગામના પરમાર ફળિયામાં GRC જવાનના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું

ભરૂચ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનના દરવાજાનું તાળું તોડી 2.60 લાખના મુદ્દામાલની ચોરી

ભરૂચ તાલુકા ત્રાલસા ગામના પરમાર ફળિયામાં GRD જવાનના મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ 2.60 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ભરૂચ તાલુકા ત્રાલસા ગામના પરમાર ફળિયામાં રહેતા હસમુખ શંકર પરમાર નબીપુર પોલીસ મથક ખાતે GRD જવાન તરીકે સેવા આપે છે. જેઓ ગત તારીખ-15મી નવેમ્બરના રોજ રાતે પોતાના પરિવાર સાથે સુઈ ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ GRD જવાનના મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી કુલ 2.60 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...